SURAT

મહિલાને પ્રેમમાં ભોળવી 4 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું અને પછી સવા ચાર લાખનું સોનુ લઈ તરછોડી દીધી

સુરત: (Surat) પાલણપુર પાટિયા ખાતે સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટમાં (Apartment) રહેતી આધેડ પરણિતાને સોસાયટીના પ્રમુખ મયુર સુરાણીએ પ્રેમ નામે ભોળવી ચાર વર્ષ ભોગવ્યા બાદ મહિલાને નધણિયાત હાલતમાં મૂકી હાથ ખંખેરી લીધા હતા. આ ઉપરાંત મયુર સુરાણીએ લગ્નની (Marriage) લાલચ આપી છેતરપિંડી (Fraud) કરી તેણીની પાસેથી સવા ચાર લાખના સોનાની પણ રોકડી કરી લીધી હતી. જે અંગે પરિણીતાએ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • સોસાયટીના પ્રમુખે પરિણીતાને પ્રેમના ચક્કરમાં ફસાવતા પતિએ ડાયવોર્સ આપ્યા અને પ્રેમીએ ઉપભોગ કરીને તરછોડી દીધી
  • પાલણપોર પાટિયા સ્થિત સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટ પ્રમુખ મયુર સુરાણીએ વિદ્યાકુંજ સ્કૂલ પાસે મહિલાને ભાડેથી ઘર લઈ આપી અવરજવર ચાલુ કરી હતી
  • તેણીને ગર્ભવતી બનાવી અને સવા ચાર લાખનું સોનું પડાવીને હાથ ઊંચા કરી લીધા
  • પતિએ પણ ડિવોર્સ આપી દીધા હોવાથી પરિણિતા નોંધારી બની

પરીણિતાએ સચિન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તેમના પતિ સાથે શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનો વર્ષ 2016માં સોસાયટીના પ્રમુખ મયુર સુરાણી સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ કોવિડ વખતે તેઓના સબંધ વધુ ગાઢ બન્યા હતા. દરમિયાન આ વાત તેઓના પતિને ખબર પડતા તેઓએ ડાયવોર્સ લેવાની વાત કરીને તેણીને છૂટી કરી દીધી હતી. દરમિયાન મયુર સુરાણીએ વિદ્યાકુંજ સ્કૂલ, પાલણપુર પાટિયા પાસે ભાડેથી ઘર અપાવ્યું હતું.

પરણિતાના ડાયવોર્સ થઇ ગયા બાદ વેચાતું મકાન લઇને મયુરે આધેડ પરણિતાને લગ્નની લાલચો આપી હતી. આ ઉપરાંત મયુર વારંવાર તેઓ પાસે આવીને તેમનો ઉપભોગ કરતો હતો. જેમાં તેઓને ગર્ભ રહી ગયો હતો. ત્યારબાદ મયુર સુરાણી એ દવા પીવડાવીને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી નંખાવડાવ્યો હતો. મયુરભાઇ સુરાણીએ તેઓ સાથે વિવાહ કરવાની વાત કરીને વિશ્વાસમાં લીધી હતી. તેઓના સવા ચાર લાખના દાગીના પણ મયુરે વેચીને રોકડી કરી નાંખી હતી.

દરમિયાન મયુર સુરાણી છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓનો સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત તેઓના ફોન નહીં ઉચકીને તથા લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. આ મામલે મયુરભાઇ ચીમનભાઇ સુરાણી, રહેવાસી : શિવમ-એ, સિદ્ધી વિનાયક એપાર્ટમેન્ટ, પાલનપોર પાટિયા સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top