સુરત: (Surat) પાંડેસરા ખાતે પ્રેમ સંબંધમાં (Love) વચ્ચે પડેલા યુવતીના ભાઈના મિત્રને પાંચેક મહિના પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં ઉત્તરાયણની (Uttarayan) સાંજે પતાવી દેવાયો હતો. મિત્રોની નજર સામે યુવક ઉપર ચપ્પુના 20થી વધારે ઘા મારી પતાવી દેવાયો (Murder) હતો. પાંડેસરા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડી હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- પ્રેમ સંબંધમાં પાંચ મહિના જૂના ઝઘડાની અદાવતમાં યુવતીના ભાઈના મિત્રની હત્યા
- મોનુના મિત્ર આકાશનો અનિકેતની બહેન સાથે પ્રેમ સંબંધ હતો, છ મહીના પહેલાં અનિકેતે આકાશ સાથે ઝઘડો કર્યો હતો
- ત્યારે આકાશ, ક્રિષ્ણા અને મોનુંએ ધવલ પટેલ અને અનિકેતને માર માર્યો હતો. જે વાતની અદાવત રાખી મોનુની હત્યા કરાઈ
પાંડેસરા ખાતે ગુ.હા.બોર્ડમાં રહેતા 44 વર્ષીય બ્રિજપાલસિંગ દેવેશ્વરસિંગ રાજપુતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પુત્રના હત્યાની ફરિયાદ નોંધાવી છે. બ્રિજપાલસિંગના પુત્ર મોનુના મિત્ર આકાશનો અનિકેત નામના વ્યક્તિની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતને લઈને પાંચ-છ મહીના પહેલાં અનિકેત, તેનો મિત્ર ધવલ પટેલે આકાશ સાથે ઝઘડો કર્યો હતો. જેથી આકાશ, ક્રિષ્ણા અને મોનુંએ ધવલ પટેલ અને અનિકેતને માર માર્યો હતો. જે વાતની અદાવત રાખી ગઈકાલે સાંજે આશરે સાડા સાતેક વાગે મોનુસિંગ અને તેના મિત્ર નિલેશ ઉર્ફે નિલીયો અને રાજ પાઠક મોટર સાઈકલ લઈને હરીઓમનગર સોસાયટીમાં રોડ પરથી પસાર થતા હતાં. ત્યારે ધવલ પટેલે તેમને હરીઓમનગર સોસાયટીના રોડ પર રોક્યો હતો. ધવલ પટેલે મોનુને ઢીકમુક્કીનો માર મારી પેટના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. મોનુસિંગ પોતાનો જીવ બચાવી ભાગવા જતાં નિખીલ રાઠોડે તેને પકડી નીચે જમીન ઉપર પાડી દીધો હતો અને તેના પગ પકડી પાડતાં કાર્તીક પટેલે ધવલના હાથમાં રહેલો છરો ઝુંટવી મોનુસિંગના શરીરે આડેધડ ઘા મારી પતાવી દીધો હતો.
પાંડેસરા પોલીસે ધવલ પટેલ (રહે-સંતોષીનગર,પાંડેસરા), કાર્તીક પટેલ (રહે- પ્લોટ નં.૬૨૭ હરીઓમનગર સોસાયટી, પાંડેસરા) તથા નિખીલ રાઠોડ (રહે- સંતોષીનગર પાંડેસરા)ની સામે હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.
મોનુના લગ્નની વાત ચાલતી હતી
મોનુ એક મિલમાં ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. ત્રણ ભાઈ-બહેનમાં મોટો હતો. લગ્નની વાત ચાલી રહી હતી ને ઉત્તરાયણની ઢળતી સાંજે દીકરાને પતાવી દેતા પરિવારમાં શોકમો માહોલ છવાયો છે. અગાઉ હુમલાખોરોએ આકાશ નામના યુવકને માર મારી મોપેડ સળગાવી દીધું હતું. મોનુની હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અત્રે
આરોપીઓ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થયાની ચર્ચા
હત્યારો બૂટલેગર હોવાની અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મોટી વગ ધરાવતો હોવાની ચર્ચા છે. હત્યા બાદ તમામ હત્યારા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા બાદ પોલીસે તેમની ધરપકડ બતાવી હતી.