ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે સુરત નજીક હજીરામાં આર્સેલર તથા મિત્તલને જંગલની જમીન ફાળવવાના મામલે આમને સામને આવી ગયા હતા. એટલું જ નહીં આ જમીનના મામલે હોબાળો મચીજવા પામ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, સરકાર આર્સેલરમિત્તલ ગ્રુપની તરફેણ કરી રહી છે. રાજયકક્ષાના વન મંત્રી જગદીશ પંચાલે વળતો એવો જવાબ આપ્યો હતો કે અગાઉની કોંગ્રેસ સરકારે આ રીતે જ 11,000 હેકટર જમીન ઉદ્યોગોને ફાળવી દીધી છે.
પંચાલે કહ્યુંહતું કે,કેન્દ્ર સરકાર દ્વારા ધી ફોરેસ્ટ એક્ટહેઠળ માર્ચ 2021માં 65.73 હેકટર વનન વિભાગની જમીન વન ક્ષેત્રમાં બાકાત કરીને આપી છે. તેના માટે 6.93 કરોડ કંપની પાસેથી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કચ્છમાં 206.38 હેકટર જમીન પર વનીકરણ કરાઈ રહ્યું છે. ધી ફોરેસ્ટ એકટ 1980માં અસ્તિત્વમાં આવ્યો હતો. કોંગ્રેસ આ કાયદા હેઠળ 11,710 હેકટર જમીન ઉદ્યોગોને ફાળવી છે. ભાજપ સત્તામાં આવ્યું તે પછી 3054 હેકટર જમીન ઉદ્યોગો માટે ફાળવાઈ છે. જયારે 3023 હેકટર જમીન સિંચાઈ માટે , 9396 હેકટર જમીન રોડ રસ્તાના નિર્માણ માટે અને 39,750 હેકટર જમીન એસ- એસટી ખેડૂતોને ફાળવવામાં આવી છે. આ્રસેલર મિત્તલ ગ્રુપને 65.73 હેકટર જમીન ફાળવવામાં આવી છે.
કોંગ્રેસના આનંદ ચૌધરીએ એવો આક્ષેપ કર્યો હતો કે, પહેલા એસ્સાર સ્ટીલ હતું તે વખતે હજીરાના વન વિભાગની જમીન પર દબાણ કરાયું હતું, તે પછી આર્સેલર એન્ડ મિત્તલને આ જમીન સરકારે નિયમિત કરી દીધી છે. વન રાજય મંત્રી પંચાલે કહ્યું હતું કે, જેવું દબાણ ધ્યાને આવ્યું કે તુરંત જ દંડ – પેનલ્ટી વસુલ કરાઈ હતી.