સુરત (Surat) : લાજપોર જેલમાં (Lajpor Jail) ગેંગવોરની (Gangwar) વાતે એક ગેંગના સભ્ય ઉપર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો, પાંચ દિવસ પહેલા જ મારામારીના ગુનામાં જેલમાં ગયેલા વિશાલ વાઘ (Vishal Gang) ગેંગના નિર્મલ પરમાર નામના આરોપી ઉપર નરેન્દ્ર ઉર્ફે કબુતર તેમજ તેના સાગરીતોએ તેલના (Oil) ડબ્બાના પતરાથી હુમલો કર્યો હતો, આ ઉપરાંત જમવાની સ્ટીલની (Steel) ડીશ પણ માથામાં મારી હતી. સચીન પોલીસે નરેન્દ્ર ઉર્ફે કબુતર અને તેના સાગરીતો સામે મારામારીનો ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતો નિર્મલ ઉર્ફે લાલુ મહેન્દ્રસિંહ પરમારે 15 દિવસ પહેલા જ લિંબાયત સંજય નગરમાં ઝઘડો કરીને મારામારી કરી હતી. લિંબાયત પોલીસે પાંચ દિવસ પહેલા નિર્મલની ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. નિર્મલ લાજપોર જેલના બેરેક નં. એ-9-3માં રહેતો હતો, જ્યારે તેની બાજુના બેરેક નં.એ-9-4માં નરેન્દ્ર ઉર્ફે કબુતર અને તેના માણસો રહેતા હતા. શુક્રવારે સવારના સમયે નિર્મલ બંને બેરેકના કોમન સંડાસ-બાથરૂમમાં શૌચક્રિયા માટે જતો હતો ત્યારે બાથરૂમ (Bathroom) પાસે નરેન્દ્ર કબૂતર અને તેની સાથે સાગર ઉર્ફે ફુટકો લોંઢે ઉર્ફે તેમજ સાગર કોળી પણ ઊભા હતા. આ ત્રણેયએ નિર્મલની ઉપર હુમલો કર્યો હતો. સાગર ઉર્ફે ફુટકો તેમજ સાગર કોળીએ નિર્મલને પકડી રાખ્યો હતો.
જ્યારે નરેન્દ્ર ઉર્ફે કબૂતરે નિર્મલનું ગળુ દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. નિર્મલે બૂમાબૂમ કરતા નરેન્દ્રએ તેલના ડબ્બાના પતરા વડે નિર્મલના મોંઢા ઉપર હુમલો કરી દીધો હતો, જ્યારે સાગર કોળીએ જમવાની સ્ટીલની ડીસ નિર્મલના માથામાં મારીને ભાગી ગયા હતા. આ બાબતે લાજપોર જેલના સિપાહીઓ આવી જતાં નિર્મલને નવી સિવિલ (New Civil) હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બનાવ અંગે સચીન પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે નિર્મલ વિશાલ વાઘની સાથે રહેતો હતો. ભૂતકાળમાં 2019માં નિર્મલ હાફ મર્ડરના (Murder) કેસમાં જેલમાં આવ્યો ત્યારે વિશાલ વાઘની સાથે રહેતો હતો. આ વાતની અદાવત રાખીને તેની ઉપર હુમલો થયો હોવાનું પોલીસે કહ્યું હતું.