SURAT

કારખાનામાં મેનેજર તરીકે નોકરીની લાલચ આપી સુરતના સરથાણાની ત્રણ સંતાનોની માતા સાથે બળાત્કાર

સુરત: (Surat) સરથાણામાં રહેતી ત્રણ સંતાનોની માતાને હીરાના કારખાનામાં (Diamond factory) મેનેજર તરીકેની નોકરીની લાલચ આપીને 23 વર્ષિય યુવકે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. સંતાનો તેમજ પતિને મારી નાંખવાની ધમકી આપતા મહિલા ડિપ્રેશનમાં આવી ગઇ હતી મહિલાને માનસિક ત્રાસ આપવામાં આવતા મામલો પોલીસમાં (Police) પહોંચ્યો હતો. પતિએ મહિલાને સમજાવીને સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ધરપકડ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી એક મહિલા હીરાના કારખાનામાં કામ કરે છે, આ ઉપરાંત નવરાશના સમયે સામાજીક કામ સાથે પણ સંકળાયેલી છે. આ દરમિયાન તેની મુલાકાત મોટા વરાછા સુદામા ચોક પાસે સાંઇ શ્રદ્ધા રેસીડેન્સીમાં રહેતા નિલેશ ઘનશ્યામ લાઠીયાની સાથે થઇ હતી. નિલેશ અને મહિલા બંને સામાજીક કામ સાથે કરતા હોવાથી ગાઢ મિત્રતા થઇ હતી. આ બંને બહાર ફરવા માટે ગયા હતા, મહિલાને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરવાની લાલચ પણ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન નિલેશે મહિલાના બિભત્સ ફોટા પાડી લીધા હતા અને તે ફોટા વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. દરમિયાન નિલેશે મહિલાના ત્રણ બાળકો તેમજ તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલા ડિપ્રેશનમાં આવી ગઇ હતી. આ દરમિયાન મહિલાના પતિએ મહિલાને સમજાવીને સરથાણા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે નિલેશની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.

હજીરાના દુષ્કર્મ અને હત્યા કેસમાં માસૂમ બાળકીની ઉંમરનો પુરાવો કોર્ટમાં રજૂ કરાયો

સુરત : હજીરામાં સાડા ચાર વર્ષની બાળકીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા કેસમાં બાળકીની ઉંમરને લઇને પણ કોઇ શંકા ન રહે તે માટે બાળકીના વતનથી તેનો ઉંમરનો પુરાવો મંગાવીને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આ સાથે જ કોર્ટે તા.23મીના રોજની મુદ્દત આપી હતી. ત્યારે આરોપીને તકસીરવાર ઠેરવીને સજા કરાય તેવી શક્યતા છે.
આ કેસની વિગત મુજબ એપ્રિલ – 2020માં હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હત્યા કરી હતી. આ દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે આરોપી સુજીત મુન્નીલાલ સાકેતે બાળકીને માથામાં ઇંટ મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે સુજીતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. બીજી તરફ આ કેસમાં સરકાર પક્ષે 20 પાનાની લેખિત દલીલો રજૂ કરી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું હતું કે, આરોપીએ પાંચ વર્ષની બાળાની હત્યા કરી હતી અને લાશને રેતીના ઢગલામાં ઢસડી હતી. જેમાં ધૂળમાં પણ લોહીના લીસોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત જે ઇંટથી હત્યા કરવામાં આવી તેમાં બાળકીની લોહીના નમૂના પણ મળી આવ્યા છે. ચકચારીત આ કેસમાં સરકાર તરફે 20 પાનાની લેખિત દલીલ રજૂ કરવામાં આવી હતી. બીજી તરફ આ કેસમાં બાળકીની ઉંમર કેટલી છે તેને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. બાળકીની ઉંમરને લઇને પણ શંકા ન રહે તે માટે સરકાર પક્ષે બાળકીના વતન મધ્યપ્રદેશથી તેનો ઉંમરનો પુરાવો એટલે કે જન્મતારીખનો દાખલો લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આજરોજ આ પુરાવો રજૂ થતા બાળકીની ઉંમરની શંકા પણ દૂર થઇ હતી. ત્યારે કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ કેસમાં તા. 23મીના રોજની મુદ્દત આપી હતી. ત્યારે આગામી મુદ્દતે જ આ કેસમાં ચૂકાદો આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top