સુરતના આ વિસ્તારમાં મહિલાના ઘરમાંથી વિદેશીનો જથ્થો મળી આવ્યો

સુરત: (Surat) પુણાના ઉમરવાડા પાસે સ્ટેટ વિજીલન્સ (State Vigilance) દ્વારા રેડ પાડવામાં આવી હતી. અહીં દારૂનું (Alcohol) કાર્ટિંગ થતું હતું ત્યારે જ પોલીસે ત્રાટકીને રૂા. 2.14 લાખની કિંમતનો દારૂ પકડી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે એક મહિલાની ધરપકડ કરીને ચાર બુટલેગરોને (Bootlegger) વોન્ટેડ જાહેર કર્યા હતાં. પોલીસે તપાસ કરતા ઘરમાં જ રૂા. 2.14 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

  • ઉમરવાડા પાસે સ્ટેટ વિજીલન્સના દરોડા, 2.14 લાખના દારૂ સાથે મહિલાની ધરપકડ
  • પોલીસે કુલ્લ રૂા. 2.14 લાખનો દારૂ, રોકડા રૂપિયા ૬૧૮૦, ૧૩ હજારનો મોબાઇલ અને ડીવીઆર મળી કુલ રૂપિયા ૨.૩૯ લાખનો મુદ્દમાલ ઝડપી પાડ્યો
  • પુણા પોલીસે કડોદરા સુરત રોડ પર પુણા પોલીસ મથકની બહાર જ ભક્તિધામ મંદિરની સામે વોચ ગોઠવી કારમાંથી રૂા. 25 હજારની કિંમતનો દારૂ પણ પકડી પાડ્યો


પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સ્ટેટ વિજિલન્સની ટીમે બાતમીના આધારે ગતરોજ ઉમરવાડાના આશાનગરમાં ધમધમતા દારૂના અડ્ડા ઉપર રેડ પાડી હતી. અહીં દારૂ વેચતી સુરેમાબેન ઉર્ફે ઉર્મિલા તે વિજયભાઇ પ્રભાકર પાટીલ (વિધવા)ને પકડી પાડવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા ઘરમાં જ રૂા. 2.14 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અન્ય એક મકાનમાં પણ તપાસ કરીને ત્યાંથી પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ્લે રૂા. 2.14 લાખનો દારૂ, રોકડા રૂપિયા ૬૧૮૦, ૧૩ હજારનો મોબાઇલ અને ડીવીઆર મળી કુલ રૂપિયા ૨.૩૯ લાખનો મુદ્દમાલ ઝડપી પાડ્યો હતો.

આ ઉપરાંત પોલીસે દારૂ મોકલનાર રાજુ પંડીત (રહે- ત્રિકમ નગર, બોમ્બે માર્કેટ પાસે વરાછા), જગન્નાથ ઉર્ફે આશુ પાટીલ (રહે, જોળવા પાટિયા કડોદરા), નરેદ્ર ચૌહાણ (રહે, જોળવા પાટિયા, કડોદરા) અને દેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર દુર્ગેશ (રહે, પરવટ પાટિયા)ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ સ્ટેટ વિજીલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં, ત્યાં જ પુણા પોલીસે પણ પેટ્રોલિંગ વધારી દીધું હતું. પુણા પોલીસે કડોદરા સુરત રોડ પર પુણા પોલીસ મથકની બહાર જ ભક્તિધામ મંદિરની સામે વોચ ગોઠવીને ત્યાંથી એક કારને અટકાવી હતી. પોલીસે કારમાં સવાર પરવટપાટિયઆ પાસે હળપતિવાસમાં રહેતા પરેશ ભીખુભાઇ ચૌધરીની પૂછપરછ કરી હતી અને ગાડીમાંથી રૂા. 25 હજારની કિંમતનો દારૂ પણ પકડી પાડ્યો હતો.

Most Popular

To Top