SURAT

વાત કરવાનું બંધ કરતા વતનથી સુરત આવી યુવકે બજારમાં મહિલાને કમરમાંથી પકડી લીધી

સુરતઃ (Surat) ભેસ્તાન ખાતે રહેતી મહિલાએ તેના વતનમાં રહેતા યુવક સાથે મિત્રતા (Friendship) થતા ફોન (Phone) પર વાતચીત કરતી હતી. પતિને શંકા જતા તેને યુવક સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી. બાદમાં ગઈકાલે યુવક મહારાષ્ટ્રથી (Maharashtra) સુરત આવી પહોંચ્યો અને ભેસ્તાનમાં બજારમાં મહિલાનો હાથ અને કમરમાં પકડી લઈ જો ફોન પર વાત નહી કરે તો જાનથી મારવાની ધમકી આપી હતી. દરમિયાન ત્યાં શી ટીમ (She Team) પહોંચી જતા યુવકને પકડીને છેડતીની ફરિયાદ દાખલ કરી હતી.

  • ભેસ્તાનના બજારમાં મહિલાને વતનથી આવેલા યુવકે હાથ અને કમરના ભાગે પકડી લીધી
  • બીનાબેનની રોહીત સાથે મિત્રતા થતાં બંને ફોન પર વાચચીત કરતા હતા
  • પતિને શંકા જતા મહિલાએ વતનમાં રહેતા યુવક સાથે ફોન પર વાત બંધ કરી દીધી હતી
  • મારી સાથે ફોન પર વાતચીત નહી કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી
  • મહિલાએ બુમાબુમ કરતા શી ટીમે આવીને યુવકને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ

ભેસ્તાન આવાસની સામે રહેતી 33 વર્ષીય બીનાબેન (નામ બદલ્યું છે) એ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રોહીત ઉર્ફે ભાઈ વિનોદ બાગુલ (ઉ.વ.૨૮ રહે-સ્વામી નારાયણ નગર, તા.થાના.પારોલા જિ.જળગાવ મહારાષ્ટ્ર) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રોહીત બીનાબેનના પિયર વતની મોઢાળે પિંપરી મહારાષ્ટ્ર ખાતે રહે છે. બીનાબેનની રોહીત સાથે મિત્રતા હોવાથી તેની સાથે વાચચીત કરતી હતી. બીનાબેનના પતિને શક જતા તેને રોહીતને ફોન કરવાની ના પાડી હતી. જોકે ક્યારેક ક્યારેક વચ્ચે તેઓ ફોન કરતા હતા.

બાદમાં બીનાએ તેનો મોબાઈલ નંબર બદલી નાખ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોરે બીનાબેન ખરીદી કરવા માટે ભેસ્તાન ચોકડી પાસે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક આ રોહીત આવી ગયો હતો. અને તેને બીનાબેનનો હાથ પકડી લીધો હતો. હાથ પકડીને કમરના ભાગે પકડી લીધી હતી. જેથી બીનાબેને બુમાબુમ કરતા રોહીતે મારી સાથે ફોન પર વાતચીત નહી કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતીય એટલી વારમાં પોલીસની શી ટીમની ગાડી આવી જતા રોહીતને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. બાદમાં છેડતીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top