Business

CCTV: કિમ ચાર રસ્તા નજીક જાહેરમાં બે ગૃપ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

સુરત: કિમ (Kim ચાર રસ્તા નજીકના એક કોમ્પ્લેક્ષ બહાર યુવકો વચ્ચે થયેલી મારામારીના CCTV વાઇરલ (Viral) થતા ચર્ચાનો વિષય બન્યો છે. બે ટોળા વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારામારી બાદ લોક ટોળુ ભેગું થઈ ગયું હતું. જો કે મારામારી બાબતેનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. એટલું જ નહીં પણ આ લાઈવ મારામારીને લઈ એક ટેમ્પા ટોળા વચ્ચે ઘુસી જતા રોડ બાજુએ પાર્ક ઇકો કારમાં ધડાકા ભેર ભટકાય ગયો હતો. ત્યારબાદ ટેમ્પો ચાલક ડરના મારે ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાથી પાલોદ પોલીસ (Police) અજાણ રહેતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા.

  • જાહેર રોડ પર ચાલતી મારામારી વચ્ચે ટેમ્પો કાર સાથે અથડાયો, ચાલક ડરના મારે ભાગી ગયો

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અજીબ મારા મારી હતી. બે જૂથ વચ્ચેની બબાલ ચાલી રહી હતી. જાહેરમાં મારા મારી થઈ રહી હતી. લોકો જોઈ રહ્યા હતા. તેવા માં એક લોદેડ ટેમ્પો કોમ્પ્લેશની પાર્કિંગ ની જગ્યામાં લોકોના ટોળામાં ઘુસી જાય છે અને કાર ને અડફેટે લઈ રિવર્સ મારી ભાગવાની કોશિશ કરતો હોય છે. ઝગડો અને મારામારી કરતા યુવકો પછી ટેમ્પા ચાલક પાછળ દોડે છે પકડી ને એને પણ મેથીપાર્ક આપયો હોવાની વાત સામે આવી છે. પરંતુ બે જૂથ વચ્ચેના ઝગડાનુ કારણ અને ઝગડી રહેલા યુવકો કોણ હતા અને ક્યાં ના હતા એ ખબર ન પડી.

વધુમાં જણાવ્યું હતું કે આખું નાટક લગભગ 10-20 મિનિટ ચાલ્યું હતું. આખી ઘટના CCTV માં કેદ થાય છે. ચર્ચાનો વિષય બને છે. લગભગ કોઈ રાહદારી પોલીસ ને પણ જાણ કરે છે. પરંતુ કોણ ક્યાં અને કેમ ઝગડી રહ્યા હતા કે મારા મારી કરી એની કોઈ બાબત સ્પષ્ટ થતી નથી. હવે તો પોલીસ તપાસ કરે તો જ સત્ય હકીકત જાણી શકાય.

Most Popular

To Top