SURAT

ખટોદરા ગાંધી કુટિર ખાડીમાં ડૂબતી બાળકીને પોલીસે બચાવી, પરંતુ….

સુરત: ખટોદરા (Khatodara) પોલીસ (Police) સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર ખાડીમાં ડુબતી બાળકીને પોલીસના બે જવાનોએ બહાર કાઢી તાત્કાલિક સિવિલ (New Civil Hospital) લઈ આવ્યા બાદ પણ બચાવી શક્યા ન હતા. હેડ કોન્સ્ટેબલ રામસિંહ ભાઈ રબારી અને કોન્સ્ટેબલ રાહુલ ડામોર એ જણાવ્યું હતું કે અમે પેટ્રોલિંગમાં હતા ત્યારે લોકોની ભીડ જોઈ દોડી જતા બાળકી ખાડીમાં ડૂબી રહી હોવાની જાણ થઈ હતી. બાળકી ને બહાર કાઢી સિવિલ લઈ આવ્યા હતા. જોકે બચાવી શક્યા ન હતા. પરિવારે જણાવ્યું હતું કે બાળકો રમતા રમતા ઘર પાસેની ખાડી કિનારે જતા રહ્યા હોય એવી ઘટના બની છે.

હેડ કોન્સ્ટેબલ રામસિંહ ભાઈ રબારીએ જણાવ્યું હતું કે હું અને મારા સાથી કર્મચારી કોન્સ્ટેબલ રાહુલ ડામોરભાઈ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીએ છીએ. આજે સાંજે પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગાંધી કુટિર નજીક ખાડી બહાર લોકોની ભીડ અને બુમાબુમ સાંભળી દોડી ગયા હતા. ત્યારે ખબર પડી ને એક બાળકી ડૂબી ગઈ છે. તાત્કાલિક ખાડીમાં ઉતરી બાળકીને બહાર કાઢી હતી. ત્યારબાદ ખાનગી રિક્ષામાં સિવિલ લઈ આવ્યા હતા. જોકે ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.

પરિવારે જણાવ્યું હતું કે, મૃતક બાળકીનું નામ નિકિતા શિવા પારવે (ઉ.વ. 5) છે અને ભતાર ગાંધી કુટિર પાવર હાઉસની બાજુમાં રહે છે. ત્રણ દીકરીઓમાં આ બીજા નંબર ની દીકરી હતી. માતા-પિતા કચરા વીણવાનું કામ કરે છે. ઘટના ઘર નજીકની ખાડીમાં જ બની છે.

વધુમાં જણાવ્યું હતું કે ખાદી અને ઝૂંપડપટ્ટી વચ્ચે એક દીવાલ છે જે દીવાલ કૂદીને બાળકો રમતા રમતા ખાડી કિનારે ચાલી જતા હોય છે. આજે પણ રમવા જ ગયા હતા. જોકે આ દુર્ઘટના બની અને પોલીસ મદદ માટે આવી પણ સિવિલ લાવતા જ મૃત જાહેર કરાઈ છે. હાલ પરિવાર સિવિલ પહોંચ્યું છે. તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top