SURAT

સુરત કાપોદ્રા બ્રિજની જાળીમાંથી યુવકે નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો પરંતુ…

સુરત: સુરત (Surat) તાપી નદી બ્રિજ પરથી યુવકે આપઘાતનો (Suicide) પ્રયાસ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે કાપોદ્રા તાપી નદીના બ્રિજ પર ચડી નદીમાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને નજરે જોનારા નાગરિકોએ તાત્કાલિક ફાયર અને પોલીસને (Police) જાણ કરતા બન્ને વિભાગ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયરના જવાનો ભારે જહેમત બાદ યુવકને નદી ઉપર બનેલી રેલિંગની જાળી માંથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. કાપોદ્રા પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ હાથ ધરી હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના સોમવારે બપોરે 3:25 ની હતી. એક યુવક કાપોદ્રા બ્રીજ ઉપરથી આપઘાતનો પ્રયાસ કરવા જતા મિત્રોએ પકડી લેતા ઉધો લટકી ગયો હતો. એટલું જ નહીં પણ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ ફાયર અધિકારીઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ખૂબ જ ચતુરાઈ પૂર્વક યુવકને બચાવવામાં સફળ રહ્યા હતા. તપાસ કરતા યુવક તુષાર કુમાર રાજુભાઇ ઉ.વ. 22 હોવાનું અને કાપોદ્રા સીતાનગનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

મિત્રોએ જણાવ્યું હતું કે તુષાર પરિવારમાં એકનો એક દીકરો છે. માતા-પિતા અને બહેન સાથે રહે છે. ઘરની તમામ જવાબદારી તુષાર પર છે. ડેન્ટલ ક્લિનિકમાં ટેક્નિશિયન તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. બેંક લોનના હપ્તા નહિ ભરી શકવાથી માનસિક તણાવમાં રહેતો હતો. આપઘાતના પ્રયાસ પાછળ પણ બેન્ક લોન નહિ ભરી શકતો હોવાનું કહી શકાય છે.

વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી તુષારની માનસિક સ્થિતિ સમજી જતા મિત્રો 24 કલાક એની સાથે જ રહેતા હતા. આજે સવારે મિત્રની દુકાન પર બેઠા હતા. બપોરે ઘરે જમવા જાઉં છું કહી ને નીકળ્યા બાદ પરત નહિ આવતા ફોન કર્યા હતા. જો કે ફોન નહિ રિસીવ કરતા તાત્કાલિક દોડીને કાપોદ્રા બ્રીજ પર જતાં તુષાર રેલિંગની જાળી માંથી નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સમય સંજોગને લઈ દોડીને મિત્રોએ પકડી લેતા એના પગ પકડાય ગયા હતાં જેથી એ બ્રીજ અને નદી વચ્ચે ઊંધો લટકી ગયો હતો. બીજા મિત્રોએ તાત્કાલિક ફાયરમાં જાણ કરતા ફાયરના જવાનો પણ દોડી આવતા તુષારને આપઘાત કરતા બચાવી લેવાયો હતો.

સુધીર ગઢવી (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક દોડી ગય હતા. એક યુવક બ્રિજ ઉપરથી નદી તરફ ઉંધા માથે લટકી રહ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરવા જતા સમય સર દોડી આવેલા મિત્રોએ પગ પકડી લેતા યુવક ઉંઘા માથે લટકી ગયો હતો. ફાયરના જવાનોએ દોરડું આપ્યા બાદ પણ પકડતો ન હતો. છેવટે માર્શલને બ્રિજ ઉપરથી સેફટી બેલ્ટ બાંધી નીચે ઉતર્યા બાદ ઉંઘા માથે લટકતા યુવકને દોરડા વડે બાંધી ઉપર ખેંચી લેતા બચી ગયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી. યુવકને પોલીસના હવાલે કરી દેવાયો હતો.

Most Popular

To Top