સુરત: (Surat) શહેરના કાપોદ્રામાં શરમજનક ઘટના બની છે. અહીં પાંચ વર્ષના બાળક સાથે યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય (Abuse) આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બાળકને 10 રૂપિયાની લાલચ આપી નરાધમે પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદ્રામાં મરઘા કેન્દ્ર નજીક રવિપાર્ક સોસાયટીમાં રહેતાં 22 વર્ષીય પરેશ ચંદુ ગોહિલે માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. આરોપી પરેશ ગોહિલે તા. 26 જાન્યુઆરીની બપોરે ત્રણ વાગ્યાની આસપાસ 5 વર્ષ 2 માસના માસુમ બાળકને 10 રૂપિયા આપવાની લાલચ આપી કાપોદ્રાના સમજુબા કોમ્પ્લેક્ષની દિવાલ પાસે લઈ જઈ તેની સાથે સૂષ્ટિ વિરુધ્ધનું કૂત્ય આચર્યું હતું. બાદમાં બાળકે પોતાની સાથે બનેલી ઘટના અંગે જાણ કરતા પરિવાર ચોકી ઉઠ્યું હતું. બાળકના માતા પિતાએ કાપોદ્રા પોલીસ મથકમા તાત્કાલિક ફરિયાદ કરી હતી. પોલીસે બાળકની વાત સાંભળ્યા બાદ નરાધમ યુવક પરેશ ગોહિલની ધરપકડ કરી હતી.