સુરત: (Surat) શહેરમાં પ્રતિદિન હત્યાના (Murder) બનાવો વધી રહ્યા છે. વધતી ગુનાખોરી (Crime) સામે પોલીસ (Police) બેબસ અને લાચાર નજર પડી રહી છે. આજે જીલાની બ્રિજ (Jilani Bridge) ઉપર આરટીઆઈ એક્ટિવિસ્ટ (RTI Activist) જુનેદની (Juned) કારમાં (Car) આવેલા અજાણ્યાઓએ ઘાતકી હત્યા કરી નાસી ગયા હતાં. આ બનાવ બાદ બ્રિજ ઉપર જુનેદના માંસના લોચા જોવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. જૂનેદને તેના સાળા સદામને મદદ કરવાની કિંમત ચૂકવવી પડી હતી. એક મહિના પહેલા સદામની ઇરફાન અને સલમાન સાથે મારામારી થઇ હતી.
- પ્રેસના તંત્રી 37 વર્ષીય જુનેદ પઠાણને જિલાની બ્રિજ પર દોડાવી ચપ્પુના સંખ્યાબંધ ઘા મારી રહેંસી નંખાયો
- રવિવારે પરિવાર સાથે જુનેદ ફરવા જઈ રહ્યો હતો ત્યારે પાછળથી કારની ટક્કર મારી ફેંકી દીધા બાદ કારનામાને અંજામ આપ્યો
- સાળાઓને જામીન આપ્યા તેની અદાવત રાખી પત્નીના જ કૌટુંબિક ભાઈઓએ હત્યા કરી
તે મારામારીનો બદલો આજે જૂનેદની હત્યા કરીને ચૂકતે કરાયો હતો. સદામને જૂનેદ મદદ કરતો હોવાને કારણે આ કાસળ કાઢા નંખાયુ હતુ. આ હત્યા એટલા ઝનૂનથી કરવામાં આવી હતી કે જૂનેદની છાતી પર મારવામાં આવેલો સળિયા આરપાર કાઢવામાં આવ્યો હતો. આ તમામમાં જૂનેદની છાપ હીસ્ટ્રીશીટરની છે. કોઇ પ્લોટની બબાલ મારામારી અને હત્યા સુધી પહોંચી જવા પામી છે.
રાંદેર પોલીસના જણાવ્યા મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા 37 વર્ષીય જુનેદ ગફુરખામ પઠાણ રાંદેર મોટી મસ્જિદ પાસેથી મોપેડ પર પરિવાર સાથે શાહપોર જતો હતો. ત્યારે જિલાની બ્રિજ ઉપર અજાણ્યા કાર ચાલકે જુનેદની મોપેડને પાછળથી ટક્કર મારી હતી. મોપેડને ટક્કર મારતા આખો પરિવાર રોડ ઉપર પડી ગયો હતો. બાદમાં કારમાં આવેલા અજાણ્યા જુનેદ પર તૂટી પડ્યા હતા. જુનેદના બાળકો અને પત્નીની નજર સામે તેની પીઠમાં ચપ્પુ ઘુસાડ્યું હતું. ચપ્પુ પીઠમાં મારી છાતીમાંથી બહાર નીકળ્યું હતું. ચપ્પુ ઘુસતા માસના લોચા બહાર આવી ગયા હતા. ચપ્પુ ઘુસાડેલી હાલતમાં છોડીને ભાગી ગયા હતા. જુનેદને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. રાંદેર પોલીસે બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ચારેક વર્ષ પહેલા બાબુ કુરેશી નામના વ્યક્તિની હત્યા થઈ હતી. આ હત્યામાં જુનેદનો સાળો પણ સંડોવાયો હતો. સાળાને જુનેદ માર્ગદર્શન આપતો હતો. જેની અદાવતમાં આ હત્યા થઈ હોવાની ચર્ચા છે. જોકે પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી છે. મોડી સાંજે પોલીસે ત્રણ આરોપીઓને પણ પકડી પાડ્યા હોવાની વાત છે.
રવિવાર હોવાથી પરિવારને લઈને ફરવા નીકળ્યો હતો
રવિવારની રજા હોવાથી જુનેદ પઠાણ તેના પરિવારને ફરવા લઈને નીકળ્યો હતો. મોપેડ પર પરિવાર સાથે નીકળેલા જુનેદની મોપેડને પાછળથી કારમાં આવેલા ઈસમોએ ટક્કર મારીને પાડી દીધો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ લઈને હત્યારાઓ તૂટી પડ્યાં હતાં.
જુનેદ અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાંથી તડીપાર કરાયો હતો!
જુનેદ પઠાણ ગેરકાયદે બાંધકામ મુદ્દે આરટીઆઈ કરવામાં માહિર હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ભુતકાળમાં તડીપાર કરાયો હતો. પોતે એક સાપ્તાહિક છાપુ પણ ચલાવતો હતો. થોડા મહિનાઓ પહેલા સેન્ટ્રલ ઝોનમાં એક બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે દુષ્પ્રેરણામાં પણ આરોપી હોવાની વાત છે.