Business

20 દિવસથી ગોલ્ડનો સપ્લાય બંધ થતાં સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સ મુશ્કેલીમાં મુકાયા

સુરત(Surat): રશિયા-યુક્રેન યુદ્ધને (RussiaUkraineWar) લીધે રફ ડાયમન્ડના (Diamond) અને તૈયાર હીરામાંથી બનેલા ઘરેણાં પર અમેરિકાએ (Amercia) પ્રતિબંધ મૂક્યો છે. જેને લીધે સુરત, મુંબઈમાં રફ ની અછત સર્જાઈ છે. સુરતમાં હીરાના કારખાનેદારોએ કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. જયારે 5 થી 25 ઘંટીના નાના કારખાનેદારોને ઉત્પાદન બંધ રાખવાની ફરજ પડી છે. બીજી તરફ ડ્યૂટી ફ્રી સોનાની (Gold) અછતને લીધે ઘરેણાના એક્સપોર્ટને (Export) અસર થઈ છે. ગોલ્ડ સપ્લાય કરતી બેંકો અને એજન્સીઓએ પખવાડિયા ઉપરાંતથી સપ્લાય ઘટાડતા નિકાસકારોની હાલત કફોડી થઈ છે.

  • ડ્યૂટી ફ્રી સોનાની અછતને લીધે ઘરેણાના એક્સપોર્ટને અસર
  • ગોલ્ડ સપ્લાય કરતી એજન્સીઓએ પખવાડિયા ઉપરાંતથી સપ્લાય ઘટાડતા નિકાસકારોની હાલત કફોડી થઈ

એક્સપોર્ટર સમયસર ઓર્ડર પુરા કરવા ઊંચા ભાવે સોનુ ખરીદવા મજબુર બન્યા છે. કેટલાક એક્સપોર્ટરોને 20 દિવસથી ગોલ્ડનો સપ્લાય મળ્યો નથી. આ લાબું ચાલશે તો ઓર્ડર રદ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. સુરતમાં 350 થઈ 400 જેટલા નાના મોટા જવેલરી મેન્યુફેક્ચરિંગ (Jewellery Manufacturing ) યુનિટ ચાલી રહ્યાં છે.100 ટકા એક્સપોર્ટનું લાયસન્સ ધરાવનાર એક્સપોર્ટરને સ્ટેટ બેન્ક અને આરબીઆઇ માન્ય એજન્સીઓ ડ્યુટી ફ્રી ગોલ્ડ 90 દિવસની ક્રેડિટ પર આપે છે. સુરતમાં સ્ટેટ બેન્ક અને એજન્સી જ્વેલરી મેન્યુફેક્ચરર્સને ગોલ્ડ પર લાગુ 7.5 ટકા ડ્યૂટી વિના ગોલ્ડ સપ્લાય કરે છે.રશિયન ડાયમંડ માઇનિંગ કંપની અલરોસા પર અમેરિકાએ પ્રતિબંધ મુકતા બેંકો અને એજન્સીઓએ સપ્લાયને બ્રેક મારી છે.પણ એને લીધે જવેલરી મેન્યુફેકચર્સના ઓર્ડર અધૂરા રહી ગયા છે.

2021-22માં સ્ટડેડ ગોલ્ડ જવેલરીનો એક્સપોર્ટ 93.30 ટકા વધ્યો
જીજેઈપીસીએ જાહેર કરેલા આંકડાઓ મુજબ નાણાંકીય વર્ષ 2021-22માં સ્ટડેડ ગોલ્ડ જવેલરીનો એક્સપોર્ટ 93.30 ટકા વધ્યો છે.2020-21 માં સ્ટડેડ જવેલરીનો એક્સપોર્ટ 20383 કરોડનો થયો હતો જે 2021-22 માં 39,903 કરોડનો નોંધાયો છે.જેમ્સ એન્ડ જવેલરીનો કુલ એક્સપોર્ટ 2020-21 માં 2768.97 મિલીયન રહ્યોં હતો.જે 2021-22 માં વધીને 5332.52 બીલીયન યુએસ ડોલર નોંધાયો છે.ઉધોગે 39.15 મિલીયન યુએસ ડોલરના ભારત સરકારના ટાર્ગેટને પૂરો કર્યો છે.

સ્ટેડેડ ગોલ્ડ જવેલરીનો એક્સપોર્ટ આ રીતે વધ્યો
નાણાંકીય વર્ષ એક્સપોર્ટ મિલીયનમાં એક્સપોર્ટ કરોડમાં
2020-21 2768.97 20,383.94,
2021-22 5352.52 39903.31
ગ્રોથ 93.30 ટકા 95.76 ટકા

Most Popular

To Top