સુરત : સુરતમાં (Surat) આવેલ જીવનભારતી સ્કુલની (Jeevanbharti School) એક શિક્ષિકાએ આજે બપોરે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ સાથે આ શિક્ષિકાએ (teacher) સુસાઇડ નોટ (Suicide note) પણ લખી હતી. આ શિક્ષિકાનું નામ હેમલતા (Hemalta) છે. હેમલતા મગજની બીમારીથી પીડિત હતા. તેમના આ પગલાથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
હેમલતાબેન આજ સવારે તેમના પતિ સાથે દવાખાને ગયા હતા. જે પછી દવાખાનેથી ઘરે આવ્યા બાદ તેમના પતિ ફ્રુટ લેવા ગયા હતા. તે સમયે હેમલતા બેને ફાંસો ખાઈ લીધો હતો. આ સાથે તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે પોતાના આપઘાત પાછળનું કારણ જાણાવ્યું હતું. પોતાના આપઘાત પાછળનું કારણ પોતાની 15 વર્ષ જૂની બીમારી ગણાવી હતી. મળતી મહિતી અનુસાર હેમલતાબેન જીવનભારતી પ્રવુતિ વિદ્યાલયમાં 25 વર્ષથી શિક્ષિકા તરીકે કામ કરતા હતા અને તેઓ ડોક્ટરેટ હતાં. તેમના બે સંતાનો છે.
હેમલતા બેનના પતિ રાણા ચંદ્રકાંતે જણાવ્યું હતું કે હેમલતાના 4-4 ઓપરેશન કરાવ્યા હતા. તેમ છતા તેનો દુખાવો બંધ થતો ન હતો. જેના કારણે તે માનસિક તણાવમાં રહેતી હતી. જેના કારણે હેમલતાએ છેલ્લા આવું પગલું ભર્યું હતું. તેમના પતિ રાણા ચંદ્રકાંતે વધુમાં જણાવ્યું હતું કે આજે સવારે હું હેમલતાને લઈને દવાખાને ગયો હતો. દવાખાનેથી પરત આવ્યા બાદ હું ફ્રુટ લેવા બહાર નીકળ્યો હતો. જ્યારે પરત આવ્યો તો એ પંખા સાથે દુપટ્ટા વડે લટકતી હતી. તેમણે વધુ કહ્યું કે ત્યાર પછી તેને નીચે ઉતારી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ વલસાડમાં રહેતી તેમની દીકરી જે એક ડેન્ટિસ્ટ છે તેને કરવામાં આવી હતી. તેમના મૃત્યુના સમચારા સાંભળતા જ ગણતરીના કલાકોમાં આખું પરિવાર અને સમાજ ભેગો થઈ ગયો હતો. તેમના પરિવારજનોએ સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા બાદ તેમની આંખ ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે સમય પૂરો થઈ ગયો હોવાથી તેઓ આ કરી શક્યા ન હતા. હેમલતાના સંતાને જણાવ્યું હતું કે બસ એક છેલ્લી ઈચ્છા રાખી હતી કે મમ્મી ભલે દુનિયા ન જોઈ શકે પણ તેમની આંખ બીજાને ડોનેટ કરાય અને એ વ્યક્તિની આંખોથી મમ્મી દુનિયા જોઈ શકે પરંતુ તે ઈચ્છા પણ પુરી ન થઈ શકી હતી.