SURAT

સુરતના આ વિસ્તારમાં IT પાર્ક બનાવવા પ્રપોઝલ, 2000 કંપનીઓને થશે લાભ

સુરત: (Surat) સુરત શહેરમાં ટેલેન્ટની ઉણપ નથી. દર વર્ષે સૈંકડોની સંખ્યામાં સોફ્ટવેર (Software) અને હાર્ડવેર (Hardware) એન્જિનિયર્સ (Engineers ) બહાર પડી રહ્યાં છે, પરંતુ તેઓને સ્થાનિક સ્તરે નોકરી મળતી નથી. શહેરના યુવાધને આઈટી ક્ષેત્રે નોકરી મેળવવા માટે બેંગ્લોર, પૂણે શિફ્ટ થવું પડી રહ્યું છે. પરંતુ હવે તેમ નહીં બને. સુરતમાં જ વિશાળ આઈટી પાર્ક (IT Park) બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો તેને મંજૂરી મળશે તો નજીકના દિવસોમાં શહેરમાં આઈટી પાર્ક બનશે અને બેંગ્લોર, પૂણેની જેમ સુરત પણ આઈટી ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી શકશે.

  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઈટી પોલીસી જાહેર કરી ત્યાર બાદ સુરતનું ચેમ્બર સક્રિય થયું
  • સુરતની 2000 આઈટી કંપનીઓને એક છત્ર નીચે લાવવા ડ્રિમ સિટીમાં આઈટી પાર્ક બનાવવા સરકાર સમક્ષ ચેમ્બર પ્રેઝન્ટેશન રજૂ કરશે

તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આઈટી પોલીસી જાહેર કરવામાં આવી હતી. આ પોલિસી જાહેર થયા બાદ સુરતનું ચેમ્બર ઓફ કોમર્સ સક્રિય થયું છે. નવી આઇટી પોલિસીનો લાભ ઉઠાવવા ચેમ્બર અને એની સાથે સંકળાયેલા આઇટી સંગઠન દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ડ્રિમ સિટીમાં આઇટી પાર્ક બનાવવા ચેમ્બર સરકાર સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે.

ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરતમાં કાર્યરત 2000 નાની મોટી આઇટી કંપની એક છત્ર નીચે આવી નવી 25,000 રોજગારી ઊભી કરવા માટે સક્ષમ છે. સુરતની લાંબા સમયની માંગ પૂર્ણ થઈ શકે છે. સુરતના ઘણા યુવાનો સોફ્ટવેર, હાર્ડવેયર એન્જીનિયર તરીકે પૂના, બેંગલોરની આઇટી કંપનીઓમાં કામ કરી રહ્યાં છે. સરકારે કાર્યરત અથવા નવી આઈટી કંપનીઓને વિજળી બીલમાં રાહત આપવાની જાહેરાત કરી છે. જેના કારણે વિજળી બીલમાં પણ રાહત મળશે.

વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે
આઈટી પ્રોફેશનલ અને ગુજરાતના કોઈ પણ સ્નાતક વિદ્યાર્થીઓને માટે સ્કિલ ડેવલપમેન્ટ થકી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ આર્થિક સહાય કરાશે. કોર્ષ ફીની 50,000 સુધીની રકમ અથવા ફીના 50 ટકાની સહાય સરકાર ચુકવશે.જેનો લાભ સુરતના વિદ્યાર્થીઓને મળશે. સુરતમાં 700 જેટલી ગેમિંગ કંપનીઓ પણ નવી પોલિસીનો લાભ લઇ શકશે. છે. સુરતનીઆઈટી કંપનીઓ પેટન્ટ માટે ૫ લાખ સુધીની સહાય મેળવી શકશે. સુરતના કાપડ અને હીરા ઉદ્યોગની કંપનીઓને પણ સ્કિલ આઇટી એક્સપર્ટ મળી રહેશે. નવી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી સુરતમાં ડેવલપ થશે જ્યાં અત્યારે ઈઝરાઈલની મોનોપોલી છે.સરકારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 5 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી છે. એનો લાભ પણ સુરત ઉઠાવી શકે છે.

Most Popular

To Top