SURAT

સુરત: વરાછાના બિલ્ડરે લગ્નની લાલચ આપી યુવતી સાથે પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કર્યું પછી ફરી ગયો

સુરત: (Surat) ઉધના ખાતે રહેતી યુવતી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર સંપર્કમાં આવેલા બિલ્ડર (Builder) સાથે છેલ્લા પાંચ વર્ષથી ફરતી હતી. દરમિયાન બિલ્ડરે લગ્નની (Marriage) લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્ન માટે ના પાડી તેને માર માર્યો હતો. જેથી યુવતીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  • લગ્નની લાલચ આપી યુવતીને પાંચ વર્ષ ભોગવી ફરી જનારા વરાછાના બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ
  • ઉધનામાં રહેતી પરપ્રાંતિય યુવતી સાથે બિલ્ડરે ઈન્સ્ટાગ્રામથી સંબંધો વિક્સાવ્યા હતાં
  • લોન્ગ ડ્રાઈવમાં વિવિધ સ્થળો ઉપરાંત ઓફિસે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

પાંડેસરા ઉધના ખાતે મારૂતિ સુઝુકીના શો રુમ પાસે રહેતી 23 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ વેસુ પોલીસ સ્ટેશનમાં મિલન હસમુખભાઇ વિરાની (ઉ.વ.47, રહે-૪૭, સાધના સોસાયટી, મીની બજાર પાસે, વરાછા)ની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બનાવ સંદર્ભે ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીનો પાંચ વર્ષ પહેલા મિલન સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો. ત્યારથી બંને વાતચીત કરતા થયાં અને સારા મિત્રો બન્યા હતાં. બાદમાં મિલને યુવતીને લગ્નની લાચ આપી તેની સાથે પ્રેમનું નાટક કર્યું હતું.

તેને લોન્ગ ડ્રાઈવ ઉપર તથા અલગ અલગ સ્થળે ફરવા લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ઘણી વખત મિલન તેને પોતાની વેસુ ખાતે એસએનએસમાં આવેલી ઓફીસમાં લઈ જઈ બળજબરીથી શરીર સબંધ બાંધતો હતો. જો કે બાદમાં યુવતીએ લગ્ન માટે પુછવાનું શરૂ કર્યું, તો મિલન તેને માર મારતો હતો. જેથી યુવતી આજે તેની બહેન સાથે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે આરોપીની ઓફિસે તપાસ કરી તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top