SURAT

બાળકીની કાકી ફોનમાં અશ્લીલ ચેટીંગ જોઈ જતા બાળકીની પુછપરછ કરતા ચોંકાવનારી ઘટના સામે આવી

સુરત: (Surat) શહેરના પાસોદરા ખાતે રહેતી 11 વર્ષની બાળકીની તેના કૌટુંબિક કાકાએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર અશ્લીલ ચેટીંગ કર્યા બાદ શિવરાત્રીના (Shivratri) દિવસે સંબંધીના ઘરે માતાજીના કાર્યક્રમમાં છેડતી કરી હોવાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

  • શિવરાત્રીના દિવસે માતાજીના કાર્યક્રમમાં સંબંધીના ઘરે કૌટુંબિક કાકાએ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા
  • બાળકીની કાકી ફોનમાં અશ્લીલ ચેટીંગ જોઈ જતા બાળકીની પુછપરછ કરતા ઘટના સામે આવી
  • માતા-પિતા માટે ચેતવા જેવો કિસ્સો: 12 વર્ષની બાળકી સાથે ઇન્સ્ટાગ્રામ પર વીસ વર્ષના કૌટુંબિક કાકા અશ્લીલ ચેટ કરતો હતો

કામરેજ પાસોદરા ખાતે રહેતી મહિલાએ સરથાણા પોલીસ સ્ટેશનમાં તેની જેઠાણીની 11 વર્ષની દિકરીની છેડતી બાબતે કાકા સસરાના દિકરા સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો મહિલાની જેઠાણીને ત્રણ સંતાન છે. જેમાં સૌથી મોટી દિકરી 11 વર્ષ 3 માસની છે. બાળકી ધોરણ-6 માં અભ્યાસ કરે છે. તેમના ઘરમાં એક જનરલ મોબાઈલ ફોન રાખ્યો છે. આ મોબાઈલ ફોનમાં બાળકી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેનો ઉપયોગ કરતી હતી. દરમિયાન છેલ્લા 6 મહિનાથી બાળકીનો કૌટુંબિક કાકા ચિરાગભાઈ મનોજભાઈ પ્રજાપતિ (ઉ.વ.20, રહે,શિવશક્તિ સોસાયટી, કારગીલ ચોક, પુણાગામ) તેની સાથે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી કૌટુંબિક કાકા બાળકીને અશ્લીલ મેસેજો પણ કરતા હતા.

દરમિયાન મહિલાએ ફોનમાં બાળકી સાથે જાન્યુઆરી મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં ચિરાગ પ્રજાપતિએ ઇન્સ્ટાગ્રામમાં અશ્લીલ કરેલા મેસેજો જોઈ લીધા હતા. આ મેસેજો જોઈને બાળકીની કાકી ચોંકી જતા તેમની જેઠાણી અને જેઠને વાત કરી હતી. બાળકીને આ અંગે પુછતા જણાવ્યું હતું કે, કાકા ચિરાગને મે ખરાબ મેસેજ નથી કર્યા પણ કાકા ચિરાગે ખુબ ખરાબ મેસેજો કર્યા હતા. બાળકીને સમજાવીને પુછતા જાણવા મળ્યું હતું કે, શિવરાત્રીના દિવસે ઓમ ટાઉનશીપમાં કાકા સસરા પ્રવિણભાઈ પ્રજાપતિના ઘરે માતાજીનો કાર્યક્રમ હતો. જેથી ઘરના બધા સભ્યો બેસેલા હતા. ત્યારે ચિરાગ પ્રજાપતિએ બાળકીની પાછળ બેસીને શરીરે પેટના ભાગે હાથ ફેરવી શારિરીક અડપલા કર્યા હતા. જેથી મહિલા તેના પતિ અને જેઠ સાથે ચિરાગના ઘરે પહોંચ્યા હતા. તેના પિતાને મેસેજો બતાવ્યા છતા માનતા નહોતા. જેથી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top