સુરત: (Surat) કોરોનાકાળનું એક વર્ષ પુરૂ થઇ ગયુ છે, અનેક ઉપાયો અને અથાક પ્રયાસો છતા હજુ સુધી કોરોના કાબુમાં આવ્યો નથી. ઉલ્ટાનું એક વર્ષ પુરૂ થતા જ કોરોના બમણા વેગથી ત્રાટકયો છે, ત્યારે આજથી બરાબર એક વર્ષ પહેલા 22મી માર્ચના રોજ મુકાયેલા જનતા કર્ફયુની યાદ તાજી કરવી ઘટે કેમકે કોરોનાકાળના પ્રતિબંધ શરૂ થવાની આ વરસીનો દિવસ છે.
સુરત અને રાજકોટમાં વર્ષ 2020માં 17મી માર્ચના રોજ રાજયનો પ્રથમ કોરોના કેસ નોંધાયા બાદ દેશભરમાંથી કોરોના ફેલાઇ રહયો હોવાના સમાચારો આવવા માંડયા હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાજોગ પ્રવચન કરી 22મી માર્ચ રવિવારના દિવસે જનતા કર્ફયુનું (Janta Curfew) પાલન કરી પ્રજાએ કયારેય નહી જોયેલા લોકડાઉનનો (Lockdown) આડકતરો સંકેત આપ્યો હતો. લોકોએ પણ એક દિવસની વાત છે તેમ માની હોશે હોશે વડાપ્રધાનના એલાનને જીલી લઇ જડબે સલાક જનતા કર્ફયુનું પાલન કર્યુ હતું, પરંતુ આજ દિવસથી ક્રમશ પ્રતિબંધોની શરૂઆત થવા માંડી હતી.
22મી માર્ચથી જ સુરતના બધા બ્રિજ બંધ કરી દેવાયા હતા. ત્યાર બાદ સરકારે જાહેરાત કરી કે કોરોનાની ચેઇનને તોડવા લોકો એકબીજાના સંપર્કથી દુર રહે તે માટે લોકડાઉન 25મી તારીખ સુધી લંબાવાયું છે. ત્યારે 24મી તારીખે વડાપ્રધાન મોદીએ ફરીથી પ્રજાજોગ સંબોધન કરીને 21 દિવસના પ્રથમ લોકડાઉનની જાહેરાત કરી દીધી હતી. જે લગાતાર ત્રણ મહીના ચાલ્યું હતું અને ત્યાર બાદ પણ હજૂ સુધી લોકોને 22માર્ચ 2020 પહેલા જે આજાદી હતી તેવી આજાદી મળી શકી નથી.
શહેર જિલ્લામાં મળી કુલ 510 નવા કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા
સુરત: શહેરમાં કોરોનાના નવા ને નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. રવિવારે શહેરમાં ઓલ ટાઈમ હાઈ 400 ની ઉપર પોઝિટિવ દર્દી નોંધાયા હતા. શહેરમાં કોરોનાના ઉછાળને કારણે તંત્ર પણ હરકમાં આવી ગયું છે. છેલ્લા 10 જ દિવસમાં શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. 10 દિવસ પહેલા શહેરમાં 100 થી 150 ની આસપાસ આંક નોઁધાતો હતો. જેમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અને હવે તો સુરત શહેરમાં પ્રતિદિન 400 ની ઉપર પોઝિટિવ દર્દી પહોંચતા શહેરની સ્થિતિ કપરી બની રહી છે. રવિવારે સુરત શહેરમાં વધુ 405 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા તેમજ જીલ્લામાં 105 પોઝિટિવ દર્દીઓ નોઁધાયા હતા આમ સુરત શહેર જીલ્લામાં મળીને કુલ વિક્રમી 510 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. શહેરમાં વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 860 પર પહોંચ્યો છે જ્યારે પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 44,753 પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 41
- વરાછા-એ 30
- વરાછા-બી 31
- રાંદેર 57
- કતારગામ 38
- લિંબાયત 51
- ઉધના 42
- અઠવા 115
- તાલુકાઈવાઈઝ કેસ
- ચોર્યાસી 28
- ઓલપાડ 8
- કામરેજ 22
- પલસાણા 9
- બારડોલી 16
- મહુવા 2
- માંડવી 9
- માંગરોળ 11
- ઉમરપાડા 0