Business

સુરતીઓ કરચોર છે એવું કહેનાર લોકોને બતાવો આ આંકડા, ટાર્ગેટ કરતા આટલા કરોડ વધારે ઈન્કમટેક્સ ભર્યો

સુરત: (Surat) કોવિડ-19 કોરોના (Corona) સંક્રમણની અસર છતાં સુરતના હીરા (Diamond) , કાપડ (Textile) અને કેમિકલ (Chemical) ઉદ્યોગની તેજી આવકવેરા (Income Tax) વિભાગને ફળી છે. મંદીની (Inflation) બૂમો વચ્ચે બાંધકામ (Real Estate) ઉદ્યોગમાં પણ 2020-21 કરતાં સારું ટેક્સ કલેક્શન (Tax Collection) મળ્યું છે. નાણાકીય વર્ષ (Financial Year) 2021-22 દરમિયાન સુરત આવકવેરા વિભાગે 8100 કરોડના ટાર્ગેટ (Target) સામે 11,200 કરોડ મેળવ્યા છે. 2021ના વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર વેપાર, ઉદ્યોગ ઠપ રહેતાં આવકવેરા વિભાગને કોઈ ખાસ આવક થઈ ન હતી.

સરકારનો વણલખ્યો આદેશ સર્ચ (Search) , સરવેની (Survey) કામગીરી બંધ રાખવાનો અને ઉદ્યોગોને બેઠા થવા દેવા માટેનો હતો. જેવી તેજી શરૂ થઈ એ સાથે સર્ચ, સરવેની કામગીરી મોટા બિલ્ડર (Builder) અને ટેક્સટાઇલ (Textile) ગ્રુપ પર શરૂ કરાઇ હતી. સુરતના એક જ બિલ્ડર પાસે 1100 કરોડનું કાળું નાણું (Black Money) મળ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21માં જ્યાં 7470 કરોડનો ટાર્ગેટ લગોલગ એચિવ થયો હતો. એવી જ રીતે 2019-20માં માત્ર 4358 કરોડની આવક થઈ હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેરની અસર ટાર્ગેટ પર જોવા મળી હતી. છેલ્લાં બે વર્ષથી સુરતમાં વડોદરા ડિવિઝનને પણ આમેજ કરવામાં આવતાં ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) કંપનીઓની આવક પણ સુરત આવકવેરા વિભાગમાં ગણવામાં આવી રહી છે. જેના લીધે પણ વસૂલાત વધુ જણાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે એક સમયે સુરતમાં સૌથી વધુ કરચોરી થતી હોવાના મ્હેંણા સાંભળવા પડતા હતા. જીએસટીના અમલીકરણ વખતે તો કેન્દ્ર સ્તરના એક નેતાએ ન્યૂઝ ડિબેટમાં સુરતના કાપડના વેપારીઓને ચોર તરીકે સંબોધ્યા હતા, બાદમાં તે આખીય ફૂટેજ એડિટ કરી દેવાઈ હતી. સુરતના હીરા ઉદ્યોગમાં ચિઠ્ઠી પર ધંધો થતો હોય મોટા પ્રમાણમાં કાળું નાણું હીરાવાળાઓ પાસે હોય તેવી પણ માન્યતા છે. રાષ્ટ્રીય સ્તરની નેતાગીરી તો હંમેશા સુરતમાં બ્લેકમની ખૂબ મોટા પ્રમાણમાં હોય તેવા ટોણાં મારતા રહેતા હોય છે, પરંતુ સુરતીઓએ હવે આ મ્હેણું ભાંગી દીધું છે. ટાર્ગેટ કરતા 3100 કરોડ વધારે ટેક્સ ભરીને મોજીલા સુરતીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ તમામ બદલાવને અપનાવવા હંમેશા તૈયાર રહે છે.

સુરત આવકવેરા વિભાગને છેલ્લાં 3 વર્ષમાં આટલી આવક થઈ
2019-20માં 4358 કરોડના લક્ષ્યાંક સામે 4358, 2020-21માં 7470 કરોડના ટાર્ગેટ સામે 7628 કરોડ અને 2021-22 માં 8100 કરોડના ટાર્ગેટ સામે 11,200 કરોડની આવક થઈ છે.

Most Popular

To Top