SURAT

સુરત : માનહાનિ કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપીને તરત જ દિલ્હી રવાના થયાં

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) આજે સુરત (Surat) કોર્ટ કેસ ( court case) માં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતા. રાહુલ ગાંધી એરપોર્ટથી ( surat airport) સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં અનેક કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભા હતા, પણ તેઓ ક્યાય ઉભા રહ્યા ન હતા અને સીધા કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા હતા . તેમના સુરત આગમને પગલે ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા હતા . અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ પણ સુરત પહોંચ્યા હતા . સુરત એરપોર્ટ પહોંચીને સૌથી પહેલા રાહુલ ગાંધીએ વીઆઈપી લેનમા વકીલ સાથે ચર્ચા કરી હતી. સુરતમાં રાહુલ ગાંધીની એક ઝલક મેળવવા માટે વરસતા વરસાદમાં કાર્યકરો ઉમટી પડ્યાં હતાં પરંતુ રાહુલ ગાંધીનો કાફલો એરપોર્ટથી સીધો કોર્ટ અને કોર્ટથી નીકળી સીધા એરપોર્ટ નીકળી ગયો હતો અને ત્યાથી જ રાહુલ ગાંધી દિલ્હી જવા નીકળી ગયા હતાં.

રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. આજની સુનાવણીમાં મોટા ભાગના પ્રશ્નોમાં રાહુલ ગાંધી મને ખબર નથી..મને ખબર નથી…મને ખબર નથી….એવા એક જ જવાબ આપતા રહ્યાં હતાં.કેસની આગળની તારીખ આવતા મહિનાની એટ્લે કે 12 મી જુલાઈએ કેસની વધુ સુનાવણી થશે.

સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. સુરત પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખોટો માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં જે લોકો સત્તાની વિરુદ્ધ અવાજ ઉઠાવે તેમને પરેશાન કરાયા છે. આજે રાહુલ ગાંધીની મીટિંગ દરમિયાન કોઈ પોલિટિકલ મીટિંગ નથી, રાહુલ ગાંધી માત્ર કોર્ટની પ્રક્રિયામાં હાજરી આપવા આવ્યા હતા.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખમાં રાહુલ સુરત આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પહેલા પણ આ કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરાયો હતો. રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.રાહુલ ગાંધી આજે સવારે વિમાન દ્વારા સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં કૉંગ્રેસ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા, ભરસિંહ સોલંકી, હાર્દિક પટેલ સહિતના કૉંગ્રેસના નેતાઓ તેમના સ્વાગતમાં હાજર હતા. અહીંથી રાહુલ ગાંધી સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા જ બાદ તેઓ દિલ્હી નીકળી ગયા હતા.

Most Popular

To Top