SURAT

CSના પરિણામોમાં ફરી સુરતનો ડંકો, એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સમાં સુરતના 3 તારલાઓ ઝળકયા

સુરત: (Surat) કોર્પોરેટ કલ્ચરનાં વધતા જતા પ્રમાણ વચ્ચે કંપની સેક્રેટરીનાં અભ્યાસક્રમની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે. પ્રવર્તમાન જાન્યુઆરી 2023માં લેવામાં આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI)ની સી.એસનાં અભ્યાસક્રમનાં પ્રથમ વર્ષ ગણાતા એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સની પરીક્ષાનું (Executive Entrance Exam) પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં સુરતનાં દિપ કાનપરીયાએ 200 પૈકી 153 માર્કસ સાથે સફળતા મેળવી હતી.

  • સીએસના પરિણામોમાં ફરી સુરતનો ડંકો એકિઝકયુટિવ એન્ટ્રન્સમાં સુરતના 3 તારલાઓ ઝળકયા
  • વધતા જતાં કોર્પોરેટ કલ્ચરને લીધે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ કોર્સમાં રસ દાખવી રહ્યાં છે

ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI) દ્વારા ગત 7 અને 9મી જાન્યુઆરી 2023 ના રોજ ઓનલાઇન બેઇઝ્ડ સી.એસનાં અભ્યાસક્રમનાં પ્રથમ વર્ષ એટલે કે એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સની પરીક્ષા લેવામાં આવી હતી. સંપૂર્ણ રીતે ઓનલાઇન એમસીક્યુ બેઝડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઘરબેઠા ઓનલાઇન પરીક્ષા આપી હતી. જેનાં આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં સુરતનાં સ્નેહ ભાટિયા પાસેથી માર્ગદર્શન મેળવનાર દિપ કાનપરિયાએ 200 પૈકી 153 માર્કસ, પ્રિતી ગૌરએ 200 પૈકી 144 જયારે મેઘ ઇચ્છાપોરિયાએ 200 પૈકી 133 માર્કસ મેળવીને સફળતા મેળવી હતી.

સી.એસનાં અભ્યાસક્રમ અંગે સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે, વધતા કોર્પોરેટ કલ્ચરને કારણે વિદ્યાર્થીઓ પ્રોફેશનલ ડિગ્રી પ્રોગ્રામમાં ખૂબ જ રસ દાખવી રહ્યાં છે. આ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ 15 એપ્રિલ સુધીમાં વર્ષ 2023 માટે નોંધણી કરાવી શકશે.

  • ઇગ્નાઇટ એકેડેમી તરફથી વિદ્યાર્થીઓના નામ અને ગુણ (ટોપ 3) –
  • દિપ કાનપરીયા – 153/200
  • પ્રીતિ ગૌર – 144/200
  • મેઘા ઇચ્છાપોરીયા – 133/200

Most Popular

To Top