સુરત : (Surat) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્રતા (Freindship) કેળવી પોતે ધનાઢ્ય પરિવારનો (Rich Family) હોવાનું કહી પ્રેમજાળમાં (Love Trap) ફસાવી લગ્ન (Marriage ) કરી તરછોડી દેનાર પત્નીને એસિડ એટેકની (Acid Attack) ધમકી આપનારા પતિની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વરાછાના માતાવાડી વિસ્તારની વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ ઉર્ફે જાગુ વલ્લભ બાંભણીયા આઠ મહિના પહેલાં ભાવનગરના મહુવાના લોંગડીમાં રહેતા વિશાલ નાગજી સોલંકીની સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવી હતી. વિશાલે પોતે ધનાઢ્ય પરિવારનો હોવાનું કહી જાગૃતિ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ વિશાલ જે કારખાનામાં રહેતો હતો ત્યાં જાગૃતિને રહેવા માટે લઇ જતાં ભાંડો ફૂટ્યો હતો. આખરે જાગૃતિ પોતાના પિયરમાં રહેવા આવી ગઇ હતી. બે દિવસ પહેલાં જાગૃતિ તેની ભાભી સાથે જતી હતી ત્યારે તેના પગ પાસે એક યુવક ચિઠ્ઠી ફેંકી ગયો હતો. આ ચિઠ્ઠીમાં વિશાલ સોલંકીએ મેસેજ મોકલાવી એસિડ એટેકની ધમકી આપી હતી. આ બાબતે વરાછા પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી વિશાલ સોલંકીની ધરપકડ કરી હતી.
‘તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ’ તેવી ધમકી આપી બળાત્કાર કરનાર પકડાયો
સુરત: નાના વરાછા ખાતે રહેતી 17 વર્ષીય સગીરાને તેના ઘરે જમવા માટે આવતા હમવતની યુવકે પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારતાં યુવકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ અમદાવાદના ધોલેરાનો વતની 22 વર્ષીય બુધા માલુ ગોહિલ હાલ સુરતમાં નાના વરાછા વિસ્તારમાં રવિપાર્ક ખાતે રહે છે. બુધા સુરતમાં એકલો રહેતો હોવાથી તેનો પરિયચ તેના હમવતની પરિવાર સાથે થયો હતો. બુધાએ આ પરિવારમાં 17 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી હતી. તેના ઘરે અવારનવાર જમવા માટે આવતો હતો. દરમિયાન બુધાએ સગીરાને લગ્નની લાલચ આપી હતી. અને તું મારી સાથે લગ્ન નહીં કરે અને તું મારી સાથે નહીં આવે તો મરી જવાની ચીમકી આપી હતી. બાદ સગીરાને લઇ જઇ તેની સાથે જબરદસ્તીથી અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ સગીરાને તરછોડી વતન નાસી ગયો હતો. કાપોદ્રા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી બુધા ગોહિલની ધરપકડ કરી હતી.