Business

ઉદ્યોગકારે એક સાડીમાં વણી લીધું આખું સુરત, જોઈ ને લોકો પોકારી ઉઠ્યા વાહ..

સુરત (Surat) : સુરત સમગ્ર વિશ્વમાં સુરત ટેક્સટાઈલ(Textile) , ડાયમંડ (Diamond) અને બ્રિજ સિટી (Bridge City) તરીકે જાણીતું છે. એટલું જ નહીં સુરત તેના જમણ પણ આખી દુનિયામાં જાણીતું છે. સુરતની આ વૈશ્વિક ઓળખને તેમજ સુરતના વિકાસ અને ઇતિહાસને વિવનીટ એક્ઝિબીશનમાં (WeavKnit Exhibition 2022) એક ઉદ્યોગકારે કાપડ (Cloth) પર કંડાર્યું છે. જેને જોવા માટે વિઝિટર્સ લાઈન લગાવી રહ્યા છે.

  • કાપડ ઉપર થયું સુરતના જુદા જુદા વિસ્તારોનું અનોખુ સર્જન
  • શહેરના ઓવરબ્રિજને દર્શાવવા માટે જેકાર્ડ વર્ક ડ્રેસના કાપડ પર વર્ક કરવામાં આવ્યું
  • વિસ્કોસ કાપડના દુપટ્ટા પર ડુમસ બીચ, વીઆઈપી રોડ, એરપોર્ટ દર્શાવવામાં આવ્યા છે. જેકાર્ડ વર્ક કરીને હાઈ વેને દર્શાવવામાં આવ્યો
  • નાયલોન યાર્ન પર બનાવવામાં આવેલી સાડી પર સ્ટ્રીટ ફુડ બતાવવામાં આવ્યું
  • જેકાર્ડ વર્ક દ્વારા સુરતના વર્ષો જૂના ઉદ્યોગો દર્શાવવામાં આવ્યા

સુરતના ઉદ્યોગકારો નવા ટ્રેન્ડ, ફેબ્રિક, નવી ડિઝાઈનને ઝડપથી અપનાવી રહ્યાં છે. લોકો સુરતના ઇતિહાસ (Surat History) અને વિકાસને (Development) સરળતાથી સમજી શકે તે માટે સુરતના ઉદ્યોગકારે એરપોર્ટ, ઓવરબ્રિજ વગેરેને જેકાર્ડ અને પ્રિન્ટ વર્કના (Jacquard And Print Work ) માધ્યમથી કાપડ પર દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ઉદ્યોગકાર અશોકભાઈ અડવાણીએ જણાવ્યું હતું કે, સુરતની જીવનશૈલીને દુનિયા ભરના લોકો ઓળખે અને વિશ્વમાં સુરત પોતે જ એક બ્રાન્ડ તરીકે ઊભરી શકે તે માટે સુરતના વિકાસને દુનિયાના લોકો સુધી પહોંચાડવાની કોશિશના એક ભાગ રૂપે આ પ્રયાસ કર્યો છે.

શહેરના ઓવરબ્રિજને દર્શાવવા માટે જેકાર્ડ વર્ક ડ્રેસના કાપડ પર વર્ક કરવામાં આવ્યું છે. વિસ્કોસ કાપડના (Viscos Cloth) દુપટ્ટા પર ડુમસ બીચ, વીઆઈપી રોડ, એરપોર્ટ દર્શાવવામાં આવ્યા છે. જેકાર્ડ વર્ક કરીને હાઈ વેને દર્શાવવામાં આવ્યો છે. નાયલોન યાર્ન (Nylon Yarn) પર બનાવવામાં આવેલી સાડી (Saree) પર સ્ટ્રીટ ફુડ (Street Food) બતાવવામાં આવ્યું છે. તેમાં ખમણ,ફાફડા, જલેબી દર્શાવવામાં આવી છે. જેકાર્ડ વર્ક દ્વારા સુરતના વર્ષો જૂના ઉદ્યોગો દર્શાવવામાં આવ્યા છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝના (Textlie Industries) ડેવલપમેન્ટને સમજી શકે તે માટે સાડી પર વર્ક કરીને દર્શાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે 10,234 વિઝિટર્સે એક્ઝિબિશનની મુલાકાત લીધી છે.

Most Popular

To Top