SURAT

હજીરાની આર્સેલર મિત્તલ કંપનીના દોઢસો વીઘા જમીનના ગેરકાયદે કબજા બાબતે શરૂ કરાઈ આ કાર્યવાહી

સુરત: (Surat) સુરત શહેરમાં હજીરા વિસ્તારની જાણીતી આર્સેલર મિત્તલ કંપનીનાં (ArcelorMittal Compeny) વીસ વરસ જૂના જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ જમીન રેગ્યુલરાઇઝ કરવાની કામગીરી શરૂ થઇ છે. સને-2000ની સાલથી આ કંપની સામે જમીનને લઇ મેટર ચાલતી હતી. આ કંપનીએ હજીરાની (Hazira) સરવે નં.434ના 681 એકર જમીન પૈકી આશરે 40 હેક્ટર જમીન ઉપર દબાણ કરી દીધું હતું.

  • હજીરાની આર્સેલર મિત્તલ કંપનીના દોઢસો વીઘા જમીનના ગેરકાયદે કબજાને રેગ્યુલરાઇઝ કરવાની તજવીજ
  • સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જમીન માપણી સહિત બજાર કિંમતની અઢીગણી રકમ વસૂલવા તૈયારીઓ ચાલુ
  • જમીન વન વિભાગ માટે સંપાદન થયેલી હતી. પરંતુ એસ્સાર કંપનીએ જે-તે સમયે જમીન ઉપર કબજો કરી પ્લાન્ટ ધમધમતો કરી દીધો હતો
  • કલેક્ટરે બજાર કિંમતના અઢીગણા લેખે રકમ વસૂલવા જમીન માપણી કરાવવા કામગીરી શરૂ કરી છે

સુરત શહેરના હજીરા વિસ્તારની મલ્ટિનેશનલ કંપની આર્સેલર મિત્તલનું વીસ વરસથી દોઢસો વીઘાં જમીન પ્રકરણ ચાલતું હતું. હાલ આર્સેલર મિત્તલ અને અગાઉની એસ્સાર કંપની સામે અગાઉ ઘણા વિવાદ થયા હતા. સને-2000ની સાલથી આ કંપની સામે જમીનને લઇ મેટર ચાલતી હતી. આ કંપનીએ હજીરાની સરવે નં.434ના 681 એકર જમીન પૈકી આશરે 40 હેક્ટર જમીન ઉપર દબાણ કરી દીધું હતું. વાસ્તવમાં આ જમીન વન વિભાગ માટે સંપાદન થયેલી હતી. પરંતુ એસ્સાર કંપનીએ જે-તે સમયે જમીન ઉપર કબજો કરી પ્લાન્ટ ધમધમતો કરી દીધો હતો.

આ મામલે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વિવાદ પણ થયો હતો. આખરે આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સુરત કલેક્ટરને આ જમીન રેગ્યુલરાઇઝ કરવા ફરમાન કર્યું હતું. જેના પગલે હવે કલેક્ટરે બજાર કિંમતના અઢીગણા લેખે રકમ વસૂલવા જમીન માપણી કરાવવા કામગીરી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કંપનીએ જે ચાળીસ હેક્ટર જમીન પચાવી પાડી છે તે પૈકી 6 હેક્ટર રાજ્ય સરકાર અને 34 હેક્ટર જમીન વન વિભાગની હતી. કલેક્ટર આ અંગે એક દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલશે. જેના આધારે સરકાર રકમ નક્કી કરશે.

મેટ્રો અને ડ્રીમ સિટીમાં કપાતમાં જતી જમીન મુદ્દે ખેડૂતો અને કમિશનર વચ્ચે મીટિંગ
સુરત: ખજોદ ગામના મેટ્રો રેલમાં કપાતમાં જતી જમીનના ખેડૂતો અને સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બંછાનિધિ પાની, ડ્રીમ સિટી તેમજ સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત ડાયમંડ બુર્સમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ખજોદ ગામના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, મેટ્રો રેલના અધિકારીઓએ ખેતરમાં ડિમાર્કેશન ખૂંટ મારી દીધી છે, તેમાં કોઈપણ પ્રકારની જાણ કે પરવાનગી વિના કામ કરવામાં આવ્યું છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો છે. જે જમીન ડ્રીમ સિટી માટે ખેડૂતો પાસેથી લઈ લેવાશે તેના બદલામાં ખેડૂતોને મીંઢોળા નદીની આસપાસ જે જમીન આપવામાં આપવાની જાહેરાત ડ્રીમ સિટીના કાર્યપાલક ઇજનેર ધર્મેશ મિસ્ત્રીએ કરી છે, તે જમીન બિનઉપજાઉ હોવાથી ખેતીલાયક નથી. આથી આ જમીન બાબતે ખેડૂતો અને પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશ કોન્ટ્રાક્ટરે સખત વિરોધ કર્યો હતો.

Most Popular

To Top