રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. તો વળી બીજી બાજુ વધુ 14 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. આજે કોરોનાના નવા કેસમાં સુરત મનપામાં 6, અમદાવાદ, વડોદરા મનપા, સુરત ગ્રામ્ય, નવસારી, ડાંગમાં 2-2 જ્યારે રાજકોટ મનપામાં 1 મળી કુલ 17 કેસનો કેસનો સમાવેશ થાય છે. તો વળી એક્ટિવ કેસની સંખ્યા 165 થઈ છે. જ્યારે 160 દર્દીઓ સ્ટેબલ છે, તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે.