સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતા અને હેર સલૂનની (Hair Salon) દુકાન ધરાવતા યુવાને ૧૦ વર્ષના બાળકને વાળ ધોવાને બહાને દુકાનમાં (Shop) બોલાવી તેની સાથે મીઠી મીઠી વાતો કરી બાથરૂમમાં લઇ ગયો હતો. બાળકને સારી હેર સ્ટાઇલ બનાવી આપવાનું કહીને બાળકના કપડા તથા પોતાના કપડા ઉતારી બાળક સાથે શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. બાળકે બુમાબૂમ કરતા મામલો સામે આવ્યો અને ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- મોટા વરાછામાં વાળંદે 10 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પ્રયાસ કરતાં ચક્ચાર
- બાળકને સારી હેરસ્ટાઈલની લાલચ આપી દુકાનમાં બોલાવ્યો અને વાળ ધોવાને બહાને બાથરૂમમાં લઈ ગયો
- બાળકના અને પોતાના કપડા કાઢી શારીરિક અડપલાં શરૂ કર્યાં, બાળકે બૂમરાણ મચાવતાં ભાગી છૂટ્યો
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછા સહજાનંદ હાઇટ્સની સામે રિવેરા ગ્રીન્સ શોપિંગ મોલમાં સ્માર્ટ લુક હેર સલૂન નામની દુકાન ધરાવતા ૨૪ વર્ષીય રાજકુમાર ઉર્ફે રાજુ ડાલચંદ સિક્કાવાલા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે સવારે એક 10 વર્ષીય બાળક તેની દુકાન પાસે હતો. ત્યારે આરોપી રાજકુમારે તેને વાળ ધોવાના બહાને દુકાનમાં બોલાવ્યો હતો. જો કે બાદમાં સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય કરવાના ઇરાદે રાજકુમાર બાળકને બાથરૂમમાં લઇ ગયો હતો.
જ્યાં રાજકુમારે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરી બળજબરીથી બાળકના કપડા કાઢી નાખી તથા પોતાના કપડા પણ ઉતારી બાળકના શરીર પર ચુંબન કરી તથા શારીરિક અડપલા કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની કોશિશ કરી હતી. જો કે બાળકે બૂમાબૂમ કરી મુકતા આખરે રાજકુમાર ભાગવા ગયો હતો. બાળકે સઘળી હકીકત તેના પિતાને જણાવતા તેમણે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિચાદમાં નોંધાવતા પોલીસે રાજકુમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હજીરામાં 45 વર્ષના યુવકનું તાવના કારણે મોત
સુરત: શહેરમાં રોગચાળો અટકવાનું નામ નથી લેતો. હજીરાના યુવકનું તાવના કારણે મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના વતની શ્યામાવડા બલરામ કર્માકર (45 વર્ષ) હાલ હજીરામાં આવેલ તળાવ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો હતો. શ્યામાવડા કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. શ્યામાવડા ને છ-સાત દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી શ્યામાવડા ઘરની પાસે આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શ્યામાવડાની તબિયત વધુ બગડતાં તેઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા પરિવારજનો શ્યામાવડાને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શ્યામાવડાનું મોત નિપજ્યું હતું. તાવ-ઝાડા-ઉલટીના કારણે છેલ્લા બે મહિનામાં 40 જણાનું મોત નિપજ્યું છે.