SURAT

સુરતના કે.પી.સંઘવી જ્વેલર્સની ફેક્ટરીમાંથી કારીગરોએ લાખોનો સોનાનો ડસ્ટ સગેવગે કરી નાંખ્યો

સુરત: (Surat) ઇચ્છાપોરી ખાતે કે.પી.સંઘવી કંપનીમાં (K P Sanghvi Company) સોનાનો ડસ્ટ (Golden Dust) કારીગરો દ્વારા સગેવગે કરી મુંબઈના મારવાડી વેપારીને વેચી દેવાયો હતો. કુલ 23.60 લાખની કિંતનું સોનું આ વેપારીની પત્ની સુરત આવીને લઈને જતી હતી. ઇચ્છાપોર પોલીસે 6 કારીગરો સહિત મુંબઈના (Mumbai) વેપારી દંપત્તિ સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ઇચ્છાપોર ગામ ખાતે ગુજરાત હિરા બુર્સમાં આવેલી કે.પી.સંઘવી જ્વેલર્સ પ્રા.લી.માં નોકરી કરતા 33 વર્ષીય પ્રિતેશકુમાર ચંપકભાઇ પટેલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફેક્ટરીમાં ગોલ્ડ, સિલ્વર ડાયમંડ જ્વેલરીને લગતી ઘરેણા બનાવવાનું પ્રોસેસિંગ અને પોલીસિંગનું કામ થાય છે. પ્રિતેશે તેના શેઠના કહેવાથી એકાઉન્ટ પાસે ફ્રેબુઆરી મહિનાનો રીફાઇડીંનીગ લેબમાં પ્રોસેસિંગ કરવા માટે મોકલેલા સોનાનો ડસ્ટ પાવડરની રીકવરી ચેક કરાવી હતી. જેમાં ગ્રાઉન્ડ અને સેકન્ડ ફ્લોર વિભાગોનું પોલીસિંગ, સેટીંગ, ફાઇલિંગ, રોલીંગનું પ્રોસેસ માટે મોકલેલા હતા. જે કુલ્લે 122 કિલો 439 ગ્રામ સોનાનો ડસ્ટ પાવડર રિફાઇનિંગ કરવા માટે મોકલ્યો હતો. જેમાંથી કુલ્લે 5 કિલો 275 ગ્રામ સોનું રી-પ્રોસેસિંગ થઇને મળવું જોઈએ. જેના બદલે 4 કિલો 772 ગ્રામ જેટલું જ સોનુ રી-પ્રોસેસિંગ થઇને મળ્યું હતું. અને 502 ગ્રામ જેટલુ સોનું મળ્યું ન હતું.

જેથી તપાસ કરતા આ સોનું કંપનીના જુના કર્મચારી સાથે મળીને હાલના કર્મચારીઓએ મુંબઈના એક મારવાડી દંપત્તિને સોનું આપી રોકડ મેળવી લેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસે સુનિલકુમાર આનકાપ્રસાદ મિશ્રા (રહે, ઇચ્છાપોર ગામ તા.ચોર્યાસી), વિનોદ રાજકરણ બિંન્દ (રહે, નવા ગામ, ડિડોલી), રાજમણી રામસહાય (રહે, ઇચ્છાપોર ગામ, સાયણ ટેક્ષ્ટાઇલ્સ પાર્ક, વેલપાર્કમાં વર્કર હોસ્ટેલ રૂમ નં-૨૦૩ સુરત), શ્રીપ્રકાશ જગદંબા પ્રસાદ (રહે, ઇચ્છાપોર ગામ, સાયણ ટેક્ષ્ટાઇલ્સ પાર્ક, વેલપાર્કમાં વર્કર હોસ્ટેલ રૂમ નં-૨૦૩ સુરત), રાજુસીંગ નન્કુસિંહ સિકરવાર (રહે, વરાછા ગીતાંજલી પાસે સુરત), ચંદન સિંધુકુમાર મિશ્રા (રહે, ઇચ્છાપોર ગામ, તા.ચોર્યાસી) તથા મુંબઈના મારવાડી વેપારી દંપતિ સામે ફરિયાદ નોંધી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

કારીગરના રૂમમાં આકસ્મિક તપાસ કરતા સોનું મળી આવ્યું હતું
માલિક શૈલેષભાઈએ રીફાઈનિંગ લેબમાં નોકરી કરતા કર્મચારી પ્રકાશ અને રાજમણીના રૂમના લોકરમાંથી મળી આવેલા સોનાનો ડસ્ટ પાવડરને રીફાઇનિંગ કરતા તેમાંથી 48 ગ્રામ જેટલુ સોનું મળી આવ્યું હતું. જેથી કુલ્લે 454 ગ્રામ જેટલુ સોનું મળ્યું ન હતું. એટલે આ કુલ 23.60 લાખનું સોનું કંપનીના રીફાઇનિંગ લેબમાં કામ કરતા કર્મચારીઓ રાજમણી પટેલ, સુનિલ મિશ્રા, શ્રીપ્રકાશ, વિનોદ બિંન્દે બારોબાર મુંબઈના દંપત્તિને વેચી દીધું હતું.

કંપનીના જુના કર્મચારી સાથે મળી સોનું સગેવગે કર્યું હતું
કંપનીમાંથી અગાઉ નોકરી છોડીને ગયેલા ચંદન મિશ્રા તથા હાલમાં ચાલુ સિક્યુરીટી ગાર્ડ રાજુસીંગ સાથે ભેગા મળી આ કાવતરું રચ્યું હતું. તેઓને રી-પ્રોસેસિંગ કરવા માટે આપેલા સોનાનો ડસ્ટ પાવડરમાંથી 23.60 લાખની કિમતનું 454 ગ્રામ રી-પ્રોસેસિંગ કરેલ સોનું મુંબઇના એક વેપારી દંપતિને વેચી દીધું હતું.

Most Popular

To Top