SURAT

સુરતમાં સ્ટેટિક ટીમનો સપાટો: આ આંગડિયા વિસ્તારમાંથી સોના સાથે મળ્યાં કરોડો રોકડા રૂપિયા

સુરતઃ વિધાનસભાની ચૂંટણીને (Election) લક્ષમાં લઈને ચૂંટણી પંચ દ્વારા રોકડા (Cash) તેમજ અન્ય વસ્તુઓની હેરાફેરીને પકડી શકાય તે માટે બનાવવામાં આવેલી સ્ટેટિક ટીમે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર કિલો સોનું (Gold) અને 3 કરોડ રોકડા (Cash) રૂપિયા કબજે કર્યા છે.

માહિતી પ્રમાણે, સમગ્ર સુરત જિલ્લામાં કાર્યરત સ્ટેટિક ટીમ દ્વારા મજૂરા વિધાનસભા વિસ્તારમાંતી ૫૫,૨૮,૦૦૦ રોકડ રકમ, સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી ૧૭,૦૦,૦૦૦ રોકડ, આઈ.ટી. દ્વારા મહિધરપુરા વિસ્તારમાંથી ૧,૬૦,૦૦,૦૦૦ તથા આઈ.ટી. ઈન્વેસ્ટિગેશન અને પોલીસ દ્વારા ૬૩,૮૮,૭૦૦ મળી સુરત શહેર સહિત જિલ્લામાંથી કુલ ૨,૯૬,૧૬,૭૦૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સાથોસાથ ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન તથા પોલીસ દ્વારા ૧ કિલો ગ્રામ જ્વેલરી જેની કિંમત રૂ.૫૪,૦૫,૦૦૦ તથા ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભા વિસ્તારમાંથી ૩૭,૫૮,૫૬૫ની જ્વેલરીની સાથે અન્ય સોનાની જ્વેલરી તથા અન્ય ચીજવસ્તુઓ સાથે ૪.૧૭ કિલો ગ્રામ જ્વેલરી જપ્ત કરવામાં આવ્યું છે. કુલ ૨,૫૭,૯૦,૫૬૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ન્યુઝીલેન્ડ-ભારતની ક્રિકેટ મેચમાં સટ્ટા બેટિંગ કરતા 3 આરોપી પકડાયા
સુરત : કાપોદ્રામાં શ્રી રામ વાઈરીંગની દુકાનમાંથી પોલીસે ન્યુઝીલેન્ડ-ભારતની ક્રિકેટ મેચમાં સટ્ટા બેટીંગ કરતા 3 આરોપી 1.21 લાખની મત્તા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધારે તપાસ હાથ ધરી છે. કાપોદ્રા પોલીસને ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ મેચમાં સટ્ટા બેટીંગનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે કાપોદ્રા કિરણ ચોક પાસે સત્યમ રેસીડેન્સીમાં શ્રી રામ વાઈરીંગ દુકાનમાં રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભાવિનભાઈ પરસોત્તમભાઈ કથિરીયા (ઉ.વ.35, રહે.સુંદરબાગ સોસાયટી, પૂણા), સંદિપભાઈ કુરજીભાઈ સોજીત્રા (ઉ.વ.31, રહે.કૃષ્ણકુંજ સોસાયટી, નાના વરાછા) અને રાહુલ ગોવિંદભાઈ નારોલા (ઉ.વ.36, રહે.ગૌતમ પાર્ક સોસાયટી, કાપોદ્રા) સટ્ટો રમતા પકડાયા હતા. તેમની પાસેથી રોકડા 50550 રૂપિયા, 9 મોબાઈલ ફોન મળીને કુલ 1.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સિવાય પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top