SURAT

ટ્રાવેલ ટાઈમમાં કે સ્પીડમાં વધારો કર્યા વગર આ ટ્રેનને સુપર ફાસ્ટનું નામ આપીને 20 રૂપિયા વધારી દેવાયા

સુરત: કોઈપણ બહાને પેસેન્જર (Passenger) પાસેથી વધુ રૂપિયા ખંખેરવાના રેલવેના વલણના કારણે હવે વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેનના (Express Train) પેસેન્જરોએ કારણ વગર વધુ રૂપિયા (Money) ચૂકવવા પડશે. ટ્રેનમાં કોઈ પણ સુવિધા વધાર્યા વગર માત્ર સુપત ફાસ્ટ એક્સપ્રેસ એવું નામ આપી દેવાયું છે. તેથી હવે પેસેન્જરો પાસેથી સુપરફાસ્ટ એક્સપ્રેસના નામે વધુ રૂપિયા લેવાશે.

  • આ ટ્રેન માત્ર 25 દિવસ પહેલાં જ શરૂ થઈ છે પણ તેમાં કોઈ જ સુવિધા વધી નથી
  • ટ્રેનનો ટ્રાવેલ ટાઈમ પણ ઘટ્યો નથી, માત્ર એક્સપ્રેસના સ્થાને સુપરફાસ્ટ એક્સપ્રેસ નામથી વધું ભાડું લેવાશે

25 દિવસ પહેલાં વલસાડથી વડનગર વચ્ચે ડેઇલી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. તેમાં ટિકિટના ભાડા એક્સપ્રેસ ટ્રેનના લેવાતા હતા. પરંતુ માત્ર 25 દિવસમાં પશ્ચિમ રેલવેએ આ ટ્રેનને એક્સપ્રેસના બદલે સુપરફાસ્ટ એક્સપ્રેસ નામ આપી દીધું છે. તેનો ટ્રેન નંબર પણ બદલી નાંખવામાં આવ્યો છે. હવે પેસેન્જરોએ ટિકિટના વધારે રૂપિયા ચૂકવવા પડશે. ટ્રેનનો નવો નંબર અને ભાડું 28 નવેમ્બરથી લાગુ કરી થઈ જશે. પહેલા આ ટ્રેનનો નંબર 19009-19010 હતો. જે એક્સપ્રેસ ટ્રેન તરીકે ચાલતી હતી. હવે તેનો નવો નંબર 20959-20960 હશે. જે સુપર ફાસ્ટ એક્સપ્રેસ તરીકે દોડશે.

ટ્રેનમાં કોઈ નવી સુવિધા વધારવામાં આવી નથી. ટ્રેનની સ્પીડ પણ વધારવામાં આવી નથી. ટ્રાવેલ ટાઈમમાં પણ કોઈ ફેર નથી કરાયો, કોઈ પણ હોલ્ટ વધારાયો કે ઘટાડાયો નથી. વલસાડ-વડનગર સુપર ફાસ્ટ એક્સપ્રેસ તેના હાલના ટાઈમટેબલ મુજબ દોડશે. તેની સામે વડનગર-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ વડનગરથી પહેલા 16.45 વાગે રવાના થતી હતી. તે હવે 17 વાગે રવાના થશે. મહેસાણા સ્ટેશને 17.20 વાગે આવીને 17.22 વાગે રવાના થશે. આ ટ્રેન ગાંઘીનગર કેપિટલ સ્ટેશને 18.16 વાગે આવીને 18.18 વાગે રવાના થશે. ત્યાર બાદ વલસાડ સુધી ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.

Most Popular

To Top