SURAT

સુરત: ગોડાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલના બે અડ્ડા પર દરોડા, 4.50 લાખનો દારૂ ઝડપાયો

સુરત: ગુજરાતમાં (Gujarat) દારૂબંધીનો (Alcohol) કડક અમલ અને નો ડ્રગ્સ ઇન સુરત (No Drugs in Surat) સિટીના ભાગરૂપે સ્ટેટ મોનિટરિંગ સેલે બે જગ્યાએ રેડ (Raid) કરીને દારૂનો મોટો જથ્થઓ ઝડપી પાડ્યો છે. તો બીજી બાજુ સ્થાનિક પોલીસની (Police) કામગીરી અને સરકારે કરેલા દારૂબંધીના દાવા પોકળ સાબિત થઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સ્ટેટ મોનીટરીંગ સેલે 4.50 લાખના દારૂના જથ્થા ના મુદ્દામાલ સાથે અનેક ની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

  • સ્ટેટ મોનિટરિંગ સેલે બે જગ્યાએ રેડ કરીને દારૂનો મોટો જથ્થઓ ઝડપી પાડ્યો
  • દરોડામાં 2 ઝડપાયા અને 5 વોન્ટેડ જાહેર કરાયા
  • સ્થાનિક પોલીસની કામગીરી અને સરકારે કરેલા દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા

સ્ટેટ મોનિટરિંગ સેલે જણાવ્યું હતું કે, ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના અડ્ડા બેરોકટોક ચાલતા હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે મહારાણા પ્રતાપ ચોક અને ધ્રુવ પાર્ક નજીક દરોડા પાડયા હતાં. જેમાં ધ્રુવ પાર્ક ઝુપડપટ્ટીમાંથી 528 દારૂની બોટલ તેમજ ટીન સાથે 59680નો મુદ્દામાલ જપ્ત તેમજ 27 લિટર દેશી દારૂ પણ જપ્ત કર્યો હતો. આ દારૂના જથ્થા સાથે રાજેન્દ્ર પાટીલ અને શ્યામ પાટીલની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પીન્ટુ રેસી, બાબુ માલ્યો, રાજેન્દ્ર અને કાલા રેસીને વોન્ટેડ જાહેર કરાયા છે.

જ્યારે બીજા કેસમાં મહારાણા પ્રતાપ ચોક પાસે પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની 3984 બોટલો સાથે 3,98,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉધનના લિસ્ટેડ બુટલેગર કાળુ યાદવ, રામુ સીતારામ, રાવસાહેબ, મનીષ મારવાડી અને સુરજ બાડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.

Most Popular

To Top