સુરત: (Surat) 31 ડિસેમ્બરની ઉજવણી માટે ગોવા (Goa) હવે ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતીઓનું ફેવરિટ પ્લેસ બન્યું છે. તો બીજી તરફ દેશની બહાર ફરવા જવાના શોખીનો માટે બેંગકોક (Bangkok) વધુ એક ડેસ્ટીનેશન છે. ગોવામાં મોપા એરપોર્ટનું તાજેતરમાં જ ઉદ્ઘાટન થયું છે. 5 જાન્યુઆરીથી અહીં દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, અમદાવાદ, જયપુર, હૈદરાબાદ અને ચેન્નાઈની ફ્લાઈટ (Flight) શરૂ થશે. જોકે હાલ મોપા એરપોર્ટ (Mopa Airport) માટે કેટલીક ટ્રાયલ ફ્લાઈટ શરૂ કરાઈ છે. ગુજરાતીઓ ખાસ કરીને અમદાવાદીઓ અને સુરતીઓ માટે આ સારા સમાચાર હોઈ શકે છે. અમદાવાદથી ગોવાના નવા મોપા એરપોર્ટ અને બેંગકોક માટે દરરોજની એક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
જાન્યુઆરી મહિનાથી ગોવાના મોપા એરપોર્ટ પર કેટલાક મોટા શહેરો માટે નિયમિત ફ્લાઈટ શરૂ થવાની છે. જેમા અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થશે. હાલ સુરતથી ગોવાની ફ્લાઈટ ચલાવવામાં આવે છે પરંતુ તે ડેબોલીમ એરપોર્ટની ફ્લાઈટ છે. જ્યારે મોપા એરપોર્ટ માટે હાલ સુરતથી ફ્લાઈટ નથી. તેથી જો સુરતીઓ 31ની ઉજવણી માટે સીધા નોર્થ ગોવા જવા માંગતા હોય તો તેઓ અમદાવાદથી મોપા એરપોર્ટ માટેની ફ્લાઈટ પકડી શકે છે. બીજી તરફ બેંગકોક જવા માટે પણ સુરતીઓ અમદાવાદથી ફ્લાઈટ લઈ શકશે. કારણકે બેંગકોક માટે પણ અમદાવાદથી દરરોજની એક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે 5 જાન્યુઆરી મહિનાથી રાબેતા મુજબ અમદાવાદથી ગોવાના મોપા એરપોર્ટ માટે ફ્લાઇટ અવર જવર કરશે જેનો લાભ ગુજરાતના લોકો લઈ શકશે. તો બીજી તરફ નોર્થ ગોવાના મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટની સીધી ફ્લાઈટ મેળવવા માટે સુરતીઓમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે હાલ આ એરપોર્ટ માટે સુરતથી ફ્લાઈટ નથી. જોકે 31st અને ન્યૂયરની ઉજવણી કરવા માટે ગોવા જવા ઇચ્છતા લોકો કે જેઓને ફ્લાઈટ અને રેલવેનું બુકિંગ નથી મળી રહ્યું તેઓ અમદાવાદથી ગોવા જવા માટેની ટિકીટ મેળવી શકે છે.