SURAT

ઉનની કીશોરીએ મચક નહીં આપતા 17 વર્ષના કીશોરે એસિડ-ચપ્પુ બતાવી ધમકાવી

સુરત: (Surat) શહેરના ઉન વિસ્તારમાં ૧૩ વર્ષીય કિશોરીનો પીછો કરી જબરજસ્તી વાત કરવા દબાણ કરી એસિડની (Acid) બોટલ અને ચપ્પુ (Knife) બતાવી મારવાની ધમકી (Threat) આપનાર 17 વર્ષીય કીશોરની સામે સચિન જીઆઇડીસી પોલીસે (GIDC Police) છેડતીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

ઉન ખાતે રહેતી મહિલાએ ઉન નરગીસનગરમાં રહેતા 17 વર્ષીય કીશોર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આ કીશોર મહિલાની દીકરી આલીયા (નામ બદલ્યું છે) જ્યારે પણ બહાર નીકળતી હતી. ત્યારે આલીયાનો પીછો કરતો હતો. ત્યારબાદ આલીયા સાથે વાત કરવાનો પ્રયાસ કરી હેરાન કરતો હતો. ગત ૨૧ જાન્યુઆરીના રોજ આલીયાનો કીશોરે પીછો કર્યો હતો. આલીયાએ મચક નહીં આપતા કીશોરે વાત કરવા માટે ચપ્પુ અને એસિડની બોટલ બતાવી ધમકી આપી હતી. આલીયા ગભરાઈ જતા તેણે તેની માતા રૂબીનાને સમગ્ર વાત જણાવતા તેમને ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફરિયાદ કરી હતી. અને ચાઈલ્ડ હેલ્પલાઈનના અધિકારીઓની પુછપરછ બાદ કીશોર સામે છેડતી અને ધમકીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરી હતી.

ભેસ્તાનમાં ઝઘડાના સમાધાનમાં ગયેલા યુવકની હત્યાનો આરોપી ઇમરાન ખાન પિસ્ટલ સાથે ઝડપાયો
સુરત : શહેરના ભેસ્તાન આવાસમાં ગત ૯ તારીખે ઝઘડાના સમાધાન માટે ગયેલા લિંબાયતના યુવકની હત્યા કરાઈ હતી. ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગઈકાલે મુખ્ય આરોપીને પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો.
ડિંડોલી પોલીસની હદમાં આવેલા ભેસ્તાન આવાસમાં ગત ૯ તારીખે મોડીરાત્રે લિંબાયતના યુવકની હત્યા થઈ હતી. ભેસ્તાન આવાસની બહાર જાહેરમાં યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ફીરોઝ ઉર્ફે જાડિયા જાન મોહમદ અંસારી (ઉ.વ.27, રહે.ઇન્દિરા વસાહત, મીઠીખાડી, લિંબાયત) ભેસ્તાન આવાસમાં ઉન પાટીયા ખાતે રહેતા કેટલાક ટપોરીઓ સાથે સમાધાન કરવા ગયો હતો. ફીરોઝ જાડિયો રીઢો આરોપી હતો. વર્ચસ્વની ચાલી રહેલી લડાઈના સમાધાન માટે ગયો ત્યારે વાતચીત દરમિયાન વાત બગડી હતી. અને ઉનપાટીયાના આરોપીઓએ તેની ઉપર ધારીયા, લાકડાના ફટકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો. ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએસઆઈ હરપાલસિંહ મસાણીએ અગાઉ અલગ અલગ ટીમો બનાવી મર્ડરના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગઈકાલે આરોપી ઇમરાનખાન ઉર્ફે માનસિક તાજમોહમદ દોષમોહમદ ખાન (ઉ.વ.૩૦, રહે. બિલ્ડિંગ નં.એ/૬, રૂમ નં.૧૬, ભેસ્તાન આવાસ ડિંડોલી) ની ધરપકડ કરી હતી.

શરીફ ઉર્ફે ચાઈનીઝે હત્યાનું કાવતરું ઘડ્યું હતું
મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે માનસિકની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસમાં શરીફ ઉર્ફે ચાઈનીઝ નામના વ્યક્તિએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેથી શરીફ ઉર્ફે ચાઈનીઝના ઘરે જઈ તેને ઝડપી પાડી તપાસ કરતા તેના ઘરેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. તેની આર્મ્સ એક્ટ ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top