સુરત: (Surat) મોટા વરાછા ખાતે રહેતો કારખાનેદાર છોકરી જોવા માટે ગયો હતો. તેને છોકરી પસંદ નહીં પડતા રિજેક્ટ (Reject) કરી તો યુવતીએ તેના મિત્રને કહીને કારખાનેદારના અન્ય મહિલા સાથેના અશ્લીલ ફોટો (Photo) મોર્ફ (Morph) કરીને તેના સાઢુભાઈને ફેસબુક મેસેન્જરમાં મોકલી આપ્યા હતા. સાયબર (Cyber) પોલીસે (Police) ગુનો દાખલ કરી બંનેની ધરપકડ (Arrest) કરી હતી.
- મોટા વરાછા ખાતે રહેતા યુવાન કારખાનેદારને છોકરી પસંદ નહીં પડતા રિજેક્ટ કરી હતી
કારખાનેદારનો અન્ય મહિલા સાથેનો મોર્ફ કરેલો ફોટો સાઢુને ફેસબુક મેસેન્જરમાં યુવતીએ મોકલી આપ્યો - કારખાનેદારની ફરિયાદને આધારે પોલીસે સુમિતા સુતરિયા નામની યુવતીની ધરપકડ કરી
મોટા વરાછા ખાતે રહેતા 26 વર્ષીય નરેન (નામ બદલ્યું છે) સારોલી ખાતે એમ્બ્રોઈડરીનું કારખાનું ધરાવે છે. તેમના દ્વારા ક્રાઈમ (Crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Complaint) નોંધાવી છે. તેઓ છેલ્લા ચારેક વર્ષથી ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. ગત 9 ફેબ્રુઆરીએ બપોરે નરેનને તેના સાઢુ ભાઈએ ફોન કર્યો હતો અને નરેનનો કોઈ છોકરી સાથે અશ્લીલ ફોટો રીંકલ બુઢેલીયા નામની ફેસબુક (Facebook) આઈડી (ID) પરથી કોઈએ મેસેન્જરમાં (Messanger) મોકલ્યો હોવાનું કહ્યું હતું. નરેનભાઈએ ચેક કરતા તેમનો ફોટો કોઈ યુવતી સાથે અશ્લીલ અવસ્થામાં મોર્ફ કર્યો હતો. કારખાનેદારે સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિમલ સુભાષ ઘેટીયા (ઉ.વ.37, રહે.વેરોના રેસીડેન્સી, સરથાણા) અને સુમિતા વિનુ સુતરિયા (ઉ.વ.28, રહે.યમુના દર્શન સોસાયટી, મોટા વરાછા)ની ધરપકડ કરી હતી. નરેન લગ્ન માટે સુમિતાને જોવા ગયો હતો. પરંતુ તેને સુમિતા નહીં પસંદ પડતા તેને ના પાડી હતી. આ વાતનું માઠું લાગતા સુમિતાએ તેના મિત્રને કહીને નરેનનો અશ્લીલ ફોટો બનાવી નરેનના સાઢુભાઈને મોકલી આપ્યો હતો. વિમલ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ છે.
પરિણીતાએ પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં 1.20 લાખના દાગીના ચોરી કર્યા
સુરત: અમરોલી ખાતે આવેલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી. પરિણીતાના પતિએ પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. નરેન્દ્રભાઈ પોતે કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે. નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે પ્રમુખ જેમ્સમાં કામ કરે છે. નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા. નરેન્દ્રએ પોતાના પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. નરેન્દ્રની પત્ની જાનવી ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડા (ખોડલ એપાર્ટમેન્ટ)ના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી નરેન્દ્રભાઈએ પત્ની અને તેના પ્રેમી સામે અમરોલીમાં ફરિયાદ નોંધાવી હતી.