SURAT

વરાછાની 17 વર્ષની છોકરી 8 મહિના મોટા છોકરા સાથે પતિ-પત્નીની જેમ રહેવા લાગી…

સુરત (Surat) : છેલ્લાં કેટલાંક વર્ષોમાં વરાછા સહિત સમગ્ર સુરત શહેરમાં ટીનએજ છોકરીઓમાં મા-બાપની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરવાનું ચલણ વધ્યું છે. તાજેતરમાં જ વરાછામાં એક સમાજના કાર્યક્રમમાં આ અંગેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા. સમાજના આગેવાનોએ આ અંગે ચિંતા પણ વ્યક્ત કરી હતી. ત્યારે વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો બહાર આવ્યો છે.

વરાછાની (Varacha) સગીરાના જન્મ દિવસે (Birth Day) જ તેને મળવા માટે ઉત્તરપ્રદેશથી (UttarPradesh) આવેલો સગીર અપહરણ (Kidnap) કરી ભગાડીને રાજસ્થાન (Rajashthan) લઇ ગયો હતો. પોલીસે બંનેને રાજસ્થાનથી પકડી પાડ્યા હતા, બંને વચ્ચે શરીરસંબંધ (Sex) પણ બંધાયો હોય પોલીસે સગીરની સામે પોક્સો એક્ટ (Pocso Act) મુજબની કલમ ઉમેરી તેને જૂવેનાઇલ હોમમાં (Juvenile home) મોકલી આપ્યો છે.

  • જન્મ દિવસે જ સગીરાનું અપહરણ કરી જનાર સગીર રાજસ્થાનથી પકડાયો : પોલીસે પોક્સો એક્ટ ઉમેરી
  • ઇન્સ્ટ્રાગ્રામ ઉપર સગીરે ફોટો અપલોડ કર્યો અને તેનું લોકેશન મળતા વરાછા પોલીસે રાજસ્થાનથી સગીર-સગીરાને પકડી પાડ્યા

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની 17 વર્ષિય સગીરા નામે હીના (નામ બદલ્યુ છે)નો ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં રહેતા 17 વર્ષ અને 8 મહિનાના સગીર હિતેશ (નામ બદલ્યુ છે)ની સાથે સંપર્ક થયો હતો. બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ દરમિયાન 4-3-2022ના રોજ સગીરાનો જન્મ દિવસ હતો. હિતેશે હીનાને ફોન કરીને કહ્યું કે, આપણે બંને ભાગીને લગ્ન કરી લઇએ. હીના પણ હિતેશને પસંદ કરતી હોવાથી તેણીએ ભાગી જવા માટે હા પાડી હતી. હિતેશ પોતાના ઘરેથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો અને વરાછામાંથી હીનાનું અપહરણ કરી ગયો હતો.

આ બાબતે વરાછા પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. દરમિયાન હિતેશ અને હીના રાજસ્થાનમાં હોવાની માહિતી મળતા વરાછા પીએસઆઇ અશોક પરમાર સહિતની ટીમે રાજસ્થાનમાં ધામા નાંખ્યા હતા. તેઓએ ટેક્નિકલ સર્વેલન્સ સ્ટાફની મદદ લઇને હિતેશે ઇન્સ્ટ્રાગ્રામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું કે તરંત જ તેનું લોકેશન મેળવીને તેઓની અટકાયત કરી હતી. પોલીસે સગીર-સગીરાની અટકાયત કરીને સુરત લઇ આવ્યા હતા. હિતેશ અને હીના વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા, જેને લઇને પોલીસે હિતેશની સામે પોક્સો એક્ટનો ઉમેરો કરીને તેને જૂવેનાઇલ હોમમાં મોકલી આપ્યો હતો.

Most Popular

To Top