SURAT

સુરતના આ વિસ્તારમાં રદ્દ થયેલી પોસ્ટ ઓફિસ એજન્સીની આડમાં 5.43 લાખની ઠગાઈ કરનાર દંપત્તિ ઝડપાયું

સુરત: (Surat) વરાછા જૂની બોમ્બે માર્કેટમાં આવેલી પોસ્ટ ઓફિસમાં (Post Office) રદ્ થયેલી એજન્સીના એજન્ટે 51 રીકરીંગ ખાતામાંથી 5.43 લાખની ઠગાઇ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ઠગાઈ કરનાર દંપત્તિની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સુમુલડેરી રોડ ઉપર સરદાર નગરમાં રહેતા મીહીરભાઇ કિશોરભાઇ પટેલ કેમિકલનો વેપાર કરે છે. તેમની મુલાકાત સોસાયટીમાં રહેતા બીપીનભાઇની સાથે થઇ હતી. બીપીનભાઇએ મીહિરભાઇને કહ્યું કે, ‘મારી પુત્રી કૌશા પોસ્ટ એજન્સી ધરાવે છે અને પુત્ર હેંમત એજન્ટ તરીકે નોકરી કરે છે, પોસ્ટમાં બચત કરવા જેવી છે’ કહીને સને-2014માં મીહિરભાઇની પત્ની અને તેના સંબંધીઓએ કુલ્લે 51 રીકરીંગ ખાતા ખોલાવ્યા હતા. પાંચ વર્ષે વ્યાજ સહિતની રકમ મળશે, તેવી સ્કીમના હપ્તા સમયસર ભરવામાં આવતા હતા.

જેની સામે બીપીનભાઇએ જે રૂપિયા જમા થતા હતા. તેનો કાર્ડ મીહિરભાઇને આપ્યો હતો. બીપીનભાઇ 2016-17માં બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા અને ત્યારબાદ તેમનો પુત્ર હેંમત તથા હેંમતની પત્ની સલીતા મીહિરભાઇના ઘરે જઇને રીંગરીંગ ખાતાના રૂપિયા ઉઘરાવતા હતા. 2019માં રીંગરીંગ ખાતુ પુરુ થયુ હતુ અને મુદ્દત પાકી ગઇ હતી. આ નાણા લેવા માટે મીહિરભાઇ પોસ્ટઓફિસે ગયા ત્યારે ખબર પડી કે, તેઓની એજન્સી-2019માં રદ્દ કરી દેવામાં આવી છે. અને 2018ના મેં મહિનાથી એકપણ રૂપિયો રીકરીંગ ખાતામાં જમા થયો નથી.

ત્યારબાદ મીહિરભાઇએ પોતાની 51 ખાતાની બુકો લઇને પોસ્ટઓફિસમાં તપાસ માટે ગયા ત્યારે ખબર પડી કે, તેઓના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા જ નથી, અને જે બોમ્બે માર્કેટનો સિક્કો માર્યો હતો તે પણ નકલી હતો. મહેતા દંપત્તિની સામે મીહિરભાઈએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ દરમિયાન હેમંત બીપીનભાઈ મહેતા (ઉ.વ.43) તથા સુલિતા હેમંત મહેતા (ઉ.વ.૩૫) (રહે. ઘર નંબર- ૧૮૪, બીજા માળે, વિરદર્શન સોસાયટી, બેબીબેન સૈંદાણેના મકાનમાં, વિનાયક પેલેસની બાજુમાં, પર્વતગામ) ની ધરપકડ કરી હતી. બંને જણા દુનિયાની નજરમાં બતાવવા માટે છુટાછેડા લઈને અલગ રહેતા હતા. જોકે હકિકતમાં બંને સાથે મળીને છેતરપિંડી કરતા હતા. મહિલા હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. અને હેમંત વોચમેનની નોકરી કરે છે. બંનેના 30 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top