SURAT

મનપાના અધિકારી સહિત અન્ય કેટલાક દર્દીઓમાં યૂ.કે. સ્ટ્રેઈન દેખાતા તંત્ર ચિંતામા મુકાયું

સુરત: (Surat) શહેરમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે હવે ફોરેન સ્ટ્રેઇનના કેસ પણ પણ વધી રહ્યા હોવાથી આરોગ્ય તંત્ર (Health Department) ચિંતામાં મુકાયું છે. તો શહેરીજનોમાં ભયનો માહોલ છે. ત્યારે શહેરમાં વધુ 3 દર્દી વિદેશી સ્ટ્રેઈનના (Foreign Strain) કોરોનાથી સંક્રમિત થયા હતા તેવું બહાર આવતાં મનપા કમિશનરે યુ.કે. અને આફ્રિકન વાયરસથી સાવચેત રહેવા ચેતવણી આપતું ટ્વિટ કર્યું છે. મનપા દ્વારા જે રોજિંદા ટેસ્ટ (Test) કરવામાં આવી રહ્યા છે. તેમાંથી ફોરેન સ્ટ્રેઇનની આશંકાથી કુલ 40 સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યાં છે. જેમાંથી 15 દર્દીના રિપોર્ટ (Report) આવી ગયા છે. અને અગાઉ ત્રણ દર્દીને યુકે સ્ટેઇન હોવાનું બહાર આવ્યા બાદ હવે મનપાના એક એન્જિનિયર અને તેના પત્નીને પણ સ્ટ્રેઇન અને કતારગામ વિસ્તારનો 1 દર્દી આફ્રિકન સ્ટ્રેઇનનાં લક્ષણો ધરાવતો હતો તેવું બહાર આવ્યું છે.

આ સ્ટ્રેઇનના વાયરસની ક્ષમતા વધુ ચેપ ફેલાવાની હોવાથી સુરતીઓને સાવચેત રહેવા તેમજ કોઇપણ સંજોગોમાં જાહેર સ્થળોએ માસ્ક વગર નહીં ફરવા માટે મ્યુનિસિપલ કમિશનરે ચેતવણી આપી છે. ટોળાંમાં ફરવા કે જાહેર મેળાવડામાં જવાનું ટાળવા તેમણે સુરતવાસીઓને અપીલ પણ કરી છે. જણાવી દઈએ કે અગાઉ ત્રણ દર્દીને યુકે સ્ટેઇન હોવાનું બહાર આવ્યા બાદ હવે મનપાના એક એન્જિનિયર અને તેના પત્નીને પણ સ્ટ્રેઇન અને કતારગામ વિસ્તારનો 1 દર્દી આફ્રિકન સ્ટ્રેઇનનાં લક્ષણો ધરાવતો હતો તેવું બહાર આવ્યું છે.

શહેરમાં હવે ફરીથી પ્રતિદિન 100થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં હવે સ્ટ્રેઈન કોરોનાના દર્દીઓ પણ વધતાં તંત્રની ચિંતામાં ફરીથી વધારો થઈ રહ્યો છે. એક સમયે નિરાંત પામેલા મનપાના અધિકારીઓની ચિંતા ચૂંટણીને કારણે ફરીથી વધી છે. ચૂંટણીમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતાં સંક્રમણ ફરીવાર વધ્યું છે. શહેરમાં હવે ફરીથી પ્રતિદિન 100થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. મંગળવારે શહેરમાં વધુ 127 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને કુલ આંક 41,556 ઉપર પહોંચ્યો છે. વધુ 86 દર્દી સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 40,097 દર્દી સાજા થયા છે. શહેરમાં સૌથી વધુ અઠવા ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે. અઠવા ઝોનમાં કુલ કેસના 40 ટકા કેસ નોંધાઈ રહ્યા છે.

કયા ઝોનમાં કેટલા કેસ ?

ઝોન પોઝિટિવ દર્દી

  • અઠવા 46
  • રાંદેર 27
  • વરાછા-એ 12
  • ઉધના 11
  • કતારગામ 10
  • સેન્ટ્રલ 8
  • લિંબાયત 7
  • વરાછા-બી 6
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top