SURAT

કોટ વિસ્તારની આ ફરસાણની દુકાનો પર જલેબી હલ્કી ગુણવત્તાવાળી નીકળી

સુરત: (Surat) મનપા દ્વારા દર વખતે તહેવારો નિમિત્તે વિવિધ ખાદ્ય વાનગીઓનાં સેમ્પલ લેવામાં આવે છે અને તહેવારો (Festival) પૂર્ણ થયા બાદ સેમ્પલોના રિપોર્ટ આવતા હોય છે. જ્યાં સુધી તો શહેરીજનો મીઠાઈ (Sweet) અને ફરસાણ ઝાપટી ગયા હોય છે. જેથી હવે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food And Drug Department) તરફથી સુરત મહાનગર પાલિકાને ફાળવવામાં આવેલી મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા સ્થળ પર જ ટેસ્ટ કરીને સેમ્પલના રિપોર્ટ મેળવાયા હતા.

શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ બનાવવામાં આવતી મિઠાઈ જલેબી વગેરેમાં ક્યારેક અખાદ્ય વસ્તુઓ શામેલ હોવાથી કે વધુ પડતું ફૂડ કલર હોવાથી આરોગ્ય પર તેની વિપરિત અસર પડે છે. જેને કારણે સુરતીઓ સાવચેત રહી તહેવારોમાં ખાદ્ય વસ્તુઓ ખરીદે તે જરૂરી છે. આગામી દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફરસાણ, મીઠાઇ, માવા વેચાણ કરતી સંસ્થાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 સંસ્થાના જલેબીનાં સેમ્પલમાં સબસ્ટાન્ડર્ડ માલૂમ ન પડતાં નોટિસ ફટકરવામાં આવી હતી. આશરે 30 કિલો જેટલા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. બુધવારે ફૂડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મોબાઇલ ફૂડ ટેસ્ટિંગ વાનથી ફરસાણ, મીઠાઇ, દૂધનો માવો અને ખાદ્યતેલ વેચાણ કરતી 58 સંસ્થામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

કુલ 128 જેટલા નમૂનાઓની સ્થળ પર જ ફૂડ એનાલિસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કતારગામ વિસ્તારમાં આવેલા ગાયત્રી ફરસાણ, હરિહર ફરસાણ અને કોટ વિસ્તારમાં આવેલા જોષી ફરસાણના જલેબીના નમૂના સબસ્ટાન્ડર્ડ મુજબ ન હોવાનું જાણવામાં આવ્યું હતું. તેમજ જલેબીમાં ફૂડ કલરનો વધુ પડતો ઉપયોગ કરાયો હતો. જેથી આશરે 30 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરી ત્રણેયને નોટિસ આપી હતી.

આઠમાં નોરતા નિમિત્તે ઠેર ઠેર આઠમની ઉજવણી

સુરત: શહેરમાં વરસાદની હાજરી વચ્ચે પણ ચાલી રહેલી નવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. ત્યારે ખેલૈયાઓના રાસ-ગરબાની મજા સાથે ભક્તિ અને શક્તિની આરાધના પણ આસ્થાપૂવર્ક થઇ રહી હોવાથી બુધવારે આઠમાં નોરતા નિમિત્તે ઠેર ઠેર આઠમની ઉજવણી કરાઇ હતી. નવરાત્રિમાં આઠમનું અનન્ય મહત્ત્વ હોય છે. તેથી ઠેર ઠેર મહાઆરતીની કાર્યક્રમો યોજાયા હતા.

આ વખતે મોટાં આયોજનોને પરવાનગી મળી નથી. પરંતુ શેરી ગરબા અને મંદિરોમાં મહાઆરતીના કાર્યક્રમ યોજાયા હોવાથી મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ આસ્થાપૂર્વક ઠેર ઠેર હજારો દીવડાની મહાઆરતી તેમજ અન્ય આનુસાંગિક પૂજન અર્ચન, હોમ હવન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે ગુરુવારે છેલ્લું નોરતું હોવાથી નવરાત્રિ પૂરી થતી હોવાથી નવરાત્રિની ઉજવણીનો આનંદ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. તેમજ એક નોરતું ઓછું હોવા છતાં મોટા ભાગના શેરી ગરબામાં 10 દિવસ સુધી ગરબાનાં આયોજનો ચાલુ રહે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી ચૂકી છે. આઠમ નિમિત્તે વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા પણ માતાજીના હોમ-હવન અને મહાઆરતીનાં આયોજનો કર્યાં હતાં.

Most Popular

To Top