SURAT

સુરત: ડભોલીમાં મેડિક્લ સ્ટોર અને ક્લિનિકમાં આગ લાગતા અફરાતફરી

સુરત: સુરતના(Surat) સિંગણપોર-ડભોલી (Dabholi) વિસ્તારમાં આજે સવારે આગ (Fire) લાગી હોવાની ઘટના બની હતી. ડભોલી વિસ્તારના હરી દર્શન ખાડા પાસે આવેલી એક મેડિકલ સ્ટોર (Medical Store) અને ડેન્ટલ ક્લિનિકમાં (Dental Clinic) આગ લાગી હતી. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવે તે પહેલા જ આગ બાજુમાં આવેલા ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પસરી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • સુરતના ડભોલી વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં લાગી આગ
  • મેડિકલમાં લાગેલી આગ ફિઝિયો અને ડેન્ટલ ક્લિનિકમાં પણ પ્રસરી
  • મેડિકલ સ્ટોરમાં આગ લાગતા આસપાસના લોકોમાં ભય
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

મળતી માહિતી અનુસાર ડભોલી વિસ્તારમાં હરી દર્શન ખાડા નજીક સર્જન રેસિડેન્ટની શોપ નંબર એકમાં મેડિક્લ ચાલતું હતું. ત્યારે આજે સવારે લગભગ 8:30 વાગ્યાની આસપાસ હરી ક્રિષ્ના મેડિકલ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં આગ લાગવાની ઘટના બની હતી. ક્લિનિકમાં અને સ્ટોરમાં ધૂમાડો ઉઠ્યા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આ આગ ધીમે ધીમે બાજુમાં આવેલા સરસ્વતી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પ્રસરી ગઈ હતી.

આગમાં દવાઓ, કોસ્મેટિક તેમજ ફર્નિચર હોમાયા
મેડિક્લ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં આગ લાગવાને કારણે ઘણું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મેડિક્લમાં આવેલી મોટાભાગની દવાઓ, કોસ્મેટિક આગની ઝપેટમાં આવી ગયા છે. આ સિવાય ડેન્ટલ ક્લિનિકમાં પણ વાયરિંગ તેમજ ફર્નિચરને નુકસાન થવા પામ્યું છે. ત્યારે આગ ના ધુમાડાના કારણે બાજુમાં આવેલી ફિઝિયોથેરાપી ક્લિનિકમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી
હરી દર્શન મેડિક્લ સ્ટોર અને ડેન્ટલ ક્લિનિકમાં સવારે જ્યારે આગ લાગ્યાની ઘટના બની ત્યારે મેડિક્લ સ્ટોર બંધ હતી અને ક્લિનિક પણ બંધ હતું. જેથી આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ સાથે જ ફાયર વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર મેડિક્લ સ્ટોરમાં આગ ક્યા કરાણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.

Most Popular

To Top