SURAT

સુરતમાં એક જ દિવસમાં માસ્કનો દંડ અડધો થઈ ગયો, જાણો કેમ..

સુરત: (Surat) શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ નહી વધે તે માટે અને કોરોનાની પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઈ એસ.ઓ.પી નું પાલન નહી કરી બેદરકારી દાખવનાર વ્યકિતઓ તેમજ સંસ્થાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે દંડની રકમ વસુલ કરવામાં આવે છે. મનપા દ્વારા અગાઉ માસ્ક (Mask) નહી પહેરનારાઓ સામે કડક રીતે દંડની વસુલાત કરવામાં આવતી હતી. દરરોજ 250 થી 275 જેટલા લોકો પાસેથી દંડ વસુલાતો હતો. પરંતુ ગઈકાલે મેયરની (Mayor) જાહેરાત બાદ શુક્રવારે મનપાએ માત્ર 151 લોકોને દંડ (Fine) કર્યો હતો.

માસ્ક નહી પહેરનારાઓને દંડ તો કરાઈ જ રહ્યો છે. જેથી શહેરીજનો માસ્ક પહેરે તે જરૂરી છે. તેમજ સુરત મનપા દ્વારા શહેરમાં ઠેર-ઠેર તેવા સાઈનેજીસ અને બોર્ડ પણ લગાવાયા છે કે માસ્ક નહી પહેરનારાઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગઈકાલે મેયર હેમાલી બોઘાવાલાએ જાહેરાત કરી હતી કે, શહેરીજનોને દંડમાંથી મુક્તિ એટલે કે, દંડમાં હવે રાહત અપાશે. જેમાં શુક્રવારે શહેરમાં માત્ર 151 જ વ્યકિતઓને માસ્ક વિના રૂા. 1.51 લાખનો દંડ કરાયો હતો.

શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સિંગથી હોળી પ્રગટાવી શકશે

સુરત: એક દિવસ બાદ હોળી અને ધુળેટીનો તહેવાર છે. ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા પ્રમાણે શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સિંગથી હોળી પ્રગટાવી શકશે. પરંતુ સામૂહિક રીતે ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હોળીના દિવસે લોકો હોળિકાદહન કરી પ્રદક્ષિણા કરે છે, બીજા દિવસે લોકો એકબીજા ઉપર રંગો ઉડાડી ધુળેટીની ઉજવણી કરે છે. ધુળેટીના દિવસે ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ સોસાયટીના કોમન પ્લોટ ઉપર જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારી વચ્ચે શહેર પોલીસ દ્વારા ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ઉપરાંત હોળીના તહેવારમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી હોળીકાદહનને લઇ પણ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસે બહાર પાડેલા જાહેરનામા મુજબ શહેરમાં હોળીના તહેવાર દરમિયાન પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકશે.

હોળી પ્રદક્ષિણા સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય એ અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમ કરી શકાશે નહીં. હોળી-ધુળેટીના તહેવારો દરમિયાન કોઈ પણ વ્યક્તિએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો, મિલકતો, વાહનો ઉપર તેમજ વાહનોમાં જતા-આવતા નાગરિકો ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગમિશ્રિત કરેલા પાણી, તૈલી તથા આવી બીજી કોઈ વસ્તુઓ નાંખવી નાંખવી નહીં. તહેવાર દરમિયાન પૈસા(ગોઠ) ઉઘરાવવા નહીં અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા રાહદારી, વાહનો રોકવા નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top