Business

એક્સપોર્ટ ડિસ્ટ્રિકટ રેન્કમાં સુરત દેશમાં બીજા ક્રમે, જામનગર પહેલા ક્રમે

સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ દ્વારા ટૉપ એક્સપોર્ટ (Export) ડિસ્ટ્રિકટ રેન્કની (District Rank) યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સુરત જિલ્લાનો દેશમાં બીજો ક્રમ આવ્યો છે. સુરત જિલ્લામાં ઉત્પાદિત થતી પ્રોડક્ટ (Product) દેશના જુદા જુદા એરપોર્ટના ઈન્ટર નેશનલ કાર્ગો ટર્મિનલથી એક્સપોર્ટ થાય છે. તે આંકડાઓના આધારે બીજો ક્રમ સુરતનો આવ્યો છે. જ્યારે પ્રથમ નંબરે ગુજરાતનું જામનગર, છઠ્ઠા ક્રમે ભરૂચ, અમદાવાદ 8માં ક્રમે અને 12માં ક્રમે કચ્છ આવ્યું છે. કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ સુરત દેશનું બીજું શહેર છે જે વિશ્વના વિવિધ દેશોમાં 9693.91 (યુએસ મિલિયન ડોલર)ની નિકાસ કરે છે, જ્યારે દેશનું નંબર વન બિઝનેસ સિટી મુંબઈ પણ ત્રીજા નંબરે છે, સુરતથી મુખ્યત્વે જેમ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, મેઈન મેઈડ ફાઈબર, યાર્ન, ઓર્ગેનિક એન્ડ ઇનર જેનિક ઓર્ગેનિક કેમિકલ્સ, કોટન યાર્ન, ફેબ્રિક્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે. તાપી જિલ્લાનું ડોલવણ દેશમાં બીજા ક્રમે ભીંડાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે જે ભીંડા વિદેશમાં એક્સપોર્ટ થાય છે. એવી જ રીતે 900 મેટ્રીક ટન કેરીની પણ નિકાસ થાય છે. ફૂલ અને ટાઈગર પ્રોન્જ સહિતની સી-ફૂડ પ્રોડક્ટ પણ સુરતથી બીજા શહેરો થકી એક્સપોર્ટ થાય છે.

  • દેશના આ શહેરોએ એક્સપોર્ટ ડિસ્ટ્રિકટ રેન્કમાં સ્થાન મેળવ્યું
  • જામનગર
  • સુરત
  • મુંબઇ
  • મુંબઇ સબર્બન
  • પુણે
  • ભરૂચ
  • કાચી પુરમ
  • અમદાવાદ
  • ગૌતમબુદ્ધ નગર (10)
  • કચ્છ (12)

એક્સપોર્ટમાં દેશમાં બીજા ક્રમે આવેલા સુરતમાં ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ બનાવો
સુરત: વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરતની પ્રોડક્ટના એક્સપોર્ટ ડેટા પોતે જ સાબિત કરે છે કે સુરતને આંતરરાષ્ટ્રીય કાર્ગોની કેટલી જરૂર છે. વાણિજ્ય મંત્રાલયનો ડેટા ભારત સરકારના એક્સપોર્ટ ઓરિજિન સિટી પર આધારિત છે.
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ નાગરિક ઉડ્ડયન મંત્રી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે સતત આની માંગણી કરી રહ્યું છે. સુરત ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ વહેલી તકે મળે તે માટે ગ્રુપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. AAI CLAS CEO પાસે પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે કે સુરતને આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલની જરૂર છે. સુરત દેશનું બીજું શહેર છે જે વિશ્વના વિવિધ દેશોમાં 9693.91 (યુએસ મિલિયન ડોલર)ની નિકાસ કરે છે, મુંબઈ પણ ત્રીજા નંબરે છે, જેમાં મુખ્યત્વે સુરત, જેમ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ, મેઈન મેઈડ ફાઈબર, યાર્ન, ઓર્ગેનિક અને આ ઓર્ગેનિક કેમિકલ્સ, કોટન યાર્ન, ફેબ્રિક્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે. આ ડેટા પોતે જ સાબિત કરે છે કે સુરતને આંતરરાષ્ટ્રીય કાર્ગોની કેટલી જરૂર છે. વાણિજ્ય મંત્રાલયનો ડેટા ભારત સરકાર પર આધારિત છે. સુરતને ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલની સુવિધાઓ આપવા વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ નાગરિક ઉડ્ડયન મંત્રી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસે સતત માંગણી કરી રહ્યું છે.

Most Popular

To Top