SURAT

સુરતના એમ્બ્રોઈડરીના કારીગરે યુ-ટ્યૂબ વિડીયો જોઈ આ રીતે એટીએમ તોડ્યું, ચોરી કરતો હતો ત્યાં..

સુરત: (Surat) વરાછામાં (Varacha) એમ્બ્રોઇડરીના (Embroidery ) કારીગરને (Worker) કામ ઓછું મળતાં તેને યુ-ટ્યુબમાંથી (You-tube) એટીએમ (ATM) તોડવાના વિડીયો (Video) જોઇને ચોરીનો (Theft) પ્લાન (Plan) બનાવ્યો હતો. એટીએમના સર્વરનો લોક (Lock) તૂટી જતાં પુણે મહારાષ્ટ્રના (Maharashtra) કંટ્રોલ રૂમમાં (Control Room) જાણ થઇ હતી. આ યુવક ચોરી કરતો હતો ત્યાં જ કંટ્રોલના મેસેજના આધારે વરાછા પોલીસે ચોરી કરતાં પકડી પાડ્યો હતો.

  • યુ-ટ્યુબ ઉપર વિડીયો જોઈ યુવકે એટીએમ ચોરવાનું નક્કી કર્યું
  • વરાછામાં એસબીઆઈના એટીએમના સર્વરનું લોક તૂટતાં પુણે મહારાષ્ટ્રના કંટ્રોલ રૂમમાં જાણ થઈ અને ચોરી થતા બચી ગઈ
  • વરાછા પોલીસે મૂળ યુપીના બબલુ વર્માની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં વરાછાના અશ્વિનીકુમાર રોડ ઉપર ઉમિયાધામ મંદિરની પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (SBI) એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો હતો. એટીએમના સર્વર રૂમમાંથી વાયરો કપાઇ જતાં તેની જાણ મહારાષ્ટ્ર પુણેમાં એસબીઆઇના કંટ્રોલ રૂમમાં થઇ હતી. આ મેસેજના આધારે તેઓએ સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસના કંટ્રોલ રૂમથી વરાછા પોલીસ સ્ટેશનને મેસેજ મળ્યો કે, અશ્વિનીકુમાર રોડ ઉપર સ્ટેટ બેંકના એટીએમમાં ચોરી થઇ રહી છે. આ મેસેજના આધારે તાત્કાલિક વરાછા પોલીસ ત્યાં પહોંચી હતી અને ચોરી કરી રહેલા બબલુ પારસનાથ વર્મા (રહે.,પાટીચાલ ઝૂંપડપટ્ટી, એલ.એચ.રોડ, વરાછા, મૂળ રહે.,હાદીરાહી, તા.લાલગંજ, જિ.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ)ને પકડી પાડ્યો હતો. પોલીસે બબલુની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, તે એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે અને પરિવાર વતનમાં રહે છે. હાલમાં કામ ઓછું મળતું હોવાથી રૂપિયાની જરૂર હતી. જેના આધારે તેને યુ-ટ્યુબમાંથી એટીએમ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે બબલુ એટીએમમાંથી ચોરી કરી રહ્યો હતો. જો પોલીસ સમસર પહોંચી ન હોત તો કદાચ બબલુ એટીએમ તોડીને રૂ.20.94 લાખની રોકડ લઇ ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે કંટ્રોલના મેસેજને ગંભીરતાથી લઇ સમયસૂચકતા વાપરી હતી અને બબલુને પકડી પાડ્યો હતો.

કેવી રીતે ચોરી કરતો હતો?
એટીએમમાં જગ્યા ઓછી હોવાથી બેંકના કર્મચારીઓ દ્વારા એટીએમની બાજુના ભાગમાં સર્વર મૂક્યું હતું. બબલુએ સૌપ્રથમ આ સર્વર તોડી નાંખી હતી, પરંતુ તેમાંથી માત્ર વાયરો જ મળ્યા હતા. ત્યારબાદ તે એટીએમના પાછળના ભાગે આરી વડે તાળું તોડી રહ્યો હતો અને ત્યાં જ પોલીસના કર્મચારી આવી ગયા હતા. બબલુએ જ્યારે સર્વરનું તાળું તોડ્યું ત્યારે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા કંટ્રોલ રૂમમાં જાણ થઇ ગઇ હતી, અને પોલીસે તેને પકડી પાડ્યો હતો.

Most Popular

To Top