SURAT

હીરાબાગ સર્કલ નજીક BRTSની ઇલેક્ટ્રિક બસમાં અચાનક આગ લાગી : તમામ મુસાફરોનો બચાવ

સુરત: હીરાબાગ સર્કલ નજીક BRTSની ઇલેક્ટ્રિક લાલ બસમાં (Electric Bus) અચાનક આગ (Fire) લાગી જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સાંજે બનેલી આ દુર્ઘટનામાં બસના (Bus) તમામ મુસાફરો તાત્કાલિક બસ બહાર દોડી જતા કોઈ જાનહાની નોંધાય ન હતી. એટલું જ નહીં પણ ટ્રાફિક અને ફાયરના જવાનોએ તાત્કાલિક આગને કાબુમાં લેતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. શોર્ટ સર્કિટ (Short circuit) ને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવતા તપાસનો વિષય બન્યો હતો.

લોકેશ સિંગ રાજપૂત (રાહદારી)એ જણાવ્યું હતું કે ઘટના લગભગ આજે સાંજે 6:10 મિનિટની હતી. હું બાઇક ઉપર કામ માટે જઈ રહ્યો હતો. મારી આગળ એક લાલ બસ દોડી રહી હતી. મુસાફરોથી ભરેલી હતી. એની પાછળ અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. વાહન ચાલકોએ બસના ડ્રાઇવરને એલર્ટ કરતા ડ્રાઇવરે રોડ બાજુએ બસ પાર્ક કરી દેતા તમામ મુસાફરો નીચે ઉતરી ગયા હતા. બીજી બાજુ બસમાં રાખવામાં આવેલી ફાયર સિસ્ટમ વડે બસના ડ્રાઇવર અને ટ્રાફિકના જવાનોએ આગ પણ કેમિકલ પ્રવાહી નાખી આગ કાબુમાં લઈ લીધી હતી. બસના ડ્રાઇવરે કહ્યું હતું કે બસ ઇલેક્ટ્રિક હતી અને બેટરીમાં સ્પાર્ક થતા આગ લાગી હોય એમ કહી શકાય છે. જો કે હાલ બધું જ નોર્મલ છે.

Most Popular

To Top