સુરત: (Surat) આગામી તા.21મીએ સુરત મહાપાલિકા માટે મતદાન થનાર છે, પ્રચાર ધીરેધીરે વેગ પકડી રહ્યો છે ત્યારે જ મનપાના વોર્ડ નં.14 (ઉમરવાડા-માતાવાડી)માંથી ચૂંટણીમાં ઝંપલાવનાર બીએસપીના ઉમેદવાર હર્ષદા પાટીલે આજે બાળકને જન્મ આપ્યો હતો. ચૂંટણી વચ્ચે જ ઉમેદવારને (Candidate) ત્યાં બાળક જન્મ આ ઘટના ગુજરાત રાજ્યની કદાચ પહેલી જ ઘટના હશે. બીજી તરફ આજ વોર્ડમાં ભાજપના (BJP) ઉમેદવાર રાજશ્રી મૈસુરીયા પણ સગર્ભા હોવા છતાં ચુંટણીના (Election) મેદાનમાં ઉતર્યા છે અને તેને સાત માસનો ગર્ભ છે.
શહેરના ઉધના બમરોલી સ્થિત ઓમશ્રી સાંઇ જલારામ સોસાયટીમાં રહેતા અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરતા મહિલા હર્ષદાબેન નારાયણભાઇ પાટીલે સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોધાવી છે. હર્ષદા પાટીલે વોર્ડનં 14 ઉમરવાડા-માતાવાડીમાં બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર ફકત એક જ મહિલા છે. હાલમાં ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને મતદાનના આડે આઠ જ દિવસ બાકી છે ત્યારે હર્ષદાબેને શુક્રવારે સાંજે 09.30 કલાકે તેમણે બાળકનો જન્મ આપ્યો હતો.
તેમની ડિલીવરી માટેની તારીખ ડોકટરો માર્ચ માસની આપી હતી પરંતુ અચાનક તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમણે બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મને પગલે ચૂંટણી પ્રચાર કરવામાં મતદારો સુધી પહોંચવું હર્ષદા પાટીલ માટે મુશ્કેલ રહેશે, પરંતુ તેઓ રેલી, રોડ શો જેવા કાર્યક્રમો મુલતવી રાખીને ઘર બેઠા સોશ્યલ મીડિયામાં અને તેમની ટીમ દ્વારા ચૂંટણીનો પ્રસાર કરશે તેવું તેમણે જણાવ્યું હતું.
સુરત જિલ્લા પંચાયતની નવ તાલુકાની 184 બેઠકો ઉપર 809 ફોર્મ ભરાયા
સુરત જિલ્લા પંચાયતની નવ તાલુકાની 184 બેઠકો ઉપર પણ વાજતે ગાજતે દાવેદારી નોંધાઇ ગઇ છે. જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ઠેરઠેર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. તાલુકા પંચાયતની બેઠકો મુજબ ચિત્ર જોઇએ તો બારડોલીની 22 બેઠકો સામે 78 ફોર્મ, ચોર્યાસી તાલુકાની 16 બેઠકો માટે 59 ફોર્મ, કામરેજની 20 બેઠકો ઉપર 106 ફોર્મ, મહુવાની 20 બેઠકો ઉપર 100 ફોર્મ, માંડવીની 24 બેઠકો ઉપર 67 ફોર્મ, માંગરોલની 24 બેઠકો ઉપર 116 તેમજ ઓલપાડની 24 બેઠકો ઉપર 123 સહિત પલસાણામાં 18 બેઠકો સામે 70 અને ઉમરપાડાની 16 બેઠકો ઉપર પણ 51 ફોર્મ ભરાયા હતા.
ક્રમ બેઠક ફોર્મ
- 1 મહુવા – અનાવલ 5
- 2 માંડવી – અરેઠ 4
- 3 બારડોલી – બાબેન 5
- 4 પલસાણા – ચલથાણ 4
- 5 માંડવી – દેવગઢ 4
- 6 ઉમરપાડા-ઘાણાવડ 6
- 7 માંડવી – ઘંટોલી 2
- 8 માંડવી – ગોદાવાડી 5
- 9 ચોર્યાસી – હજીરા 4
- 10 માંગરોળ – ઝંખવાવ 6
- 11 બારડોલી-કડોદ 4
- 12 કામરેજ 3
- 13 મહુવા-કરચેલીયા 4
- 14 ૫લસાણા-કારેલી 4
- 15 ખોલવડ 6
- 16 કીમ 4
- 17 માંગરોળ – કોસંબા 5
- 18 ચોર્યાસી – લાજપોર 3
- 19 મહુવા-મહુવા 8
- 20 માંગરોળ – માંગરોળ 6
- 21 મોર 4
- 22 ચોર્યાસી – મોરા 3
- 23 માંગરોળ – નાની નરોલી 12
- 24 નવાગામ 4
- 25 ઓલપાડ 4
- 26 ૫લસાણા-૫લસાણા 3
- 27 પિંજરત 4
- 28 માંગરોળ – પીપોદરા 4
- 29 સાયણ 4
- 30 બારડોલી-સુરાલી 6
- 31 માંડવી – તડકેશ્વર 2
- 32 ઉંભેળ 2
- 33 ઉમરપાડા- વાડી 5
- 34 મહુવા-વલવાડા 5
- 35 બારડોલી-વાંકાનેર 7
- 36 બારડોલી-વરાડ 4