Business

સુરત: નવાં 4 હેલ્થ સેન્ટર માટે 20 કરોડ, સીમાડા ઓવરબ્રિજ બ્યુટિફિકેશન માટે 4 કરોડના અંદાજ

સુરત: શહેરમાં ચૂંટણી (Election) નજીક આવતા જ વિવિધ વિકાસ કામોને ફટાફટ મંજૂરી (Approval) આપવામાં આવી રહી હોય સુરત મનપાની (SMC) જાહેર બાંધકામ સમિતિમાં સીમાડા ફ્લાય ઓવરબ્રિજ નીચે રૂપિયા ચાર કરોડના ખર્ચે બ્યુટિફિકેશન માટેના અંદાજો તેમજ 5 જગ્યા પર 20 કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર બનાવવા માટેના અંદાજો મંજૂર કરાયા હતા.

  • સરથાણા ઝોનમાં સીમાડા જંક્શનથી સરથાણા જકાતનાકા જંક્શન સુધીના ફ્લાયઓવર બ્રિજની નીચેની ખુલ્લી જગ્યામાં બ્યુટિફિકેશન ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું
  • શહેરમાં ચૂંટણી નજીક આવતા જ વિવિધ વિકાસ કામોને ફટાફટ મંજૂરી આપવામાં આવી
  • શહેરના પર્યાવરણ અને આબોહવાની જાળવણી તથા સુધારણામાં સહયોગી બને તેવું આયોજન કરાયું

મનપા દ્વારા ટી.પી. સ્કીમ નં.21 ભેસ્તાન, ફાઇનલ પ્લોટ નં 26 ખાતે રૂ.3.13 કરોડના ખર્ચે હેલ્થ સેન્ટર, ટી.પી સ્કીમ નં.2 ઉધના ફાઇનલ પ્લોટ નં.25 વાળા પ્લોટમાં રૂ.2.98 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, જહાંગીરાબાદ ટી.પી. 44, ફાઇનલ પ્લોટ નં.24 ખાતે રૂ.3.02 કરોડના ખર્ચે શહેરી આરોગ્ય કેન્દ્ર, ટી.પી. 16 કતારગામ-એ ફાઇનલ પ્લોટ નં.61માં રૂ.5.25 કરોડમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ તથા ટી.પી. 29 વેસુ-રૂંઢ-મગદલ્લા, ફાઇનલ પ્લોટ નં.129માં રૂ.4.78 કરોડના ખર્ચે સંકલિત વોર્ડ ઓફિસ સાથે હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન કરાયું છે.

જ્યારે સરથાણા ઝોનમાં સીમાડા જંક્શનથી સરથાણા જકાતનાકા જંક્શન સુધીના ફ્લાયઓવર બ્રિજની નીચેની ખુલ્લી જગ્યામાં બ્યુટિફિકેશન ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. જેના માટે કુલ ૪.૦૧ કરોડનો અંદાજ સાથેની દરખાસ્ત બાંધકામ સમિતિમાં મૂકવામાં આવી છે. બ્રિજ નીચેની ખુલ્લી જગ્યા બિનઉપયોગી, પડતર તથા ન્યૂસન્સરૂપ ન બની શકે એ માટે આ બ્રિજના નીચેના ભાગે લોકઉપયોગી બને તેવા પાર્કિંગ, ઈલેક્ટ્રિક વાહનો માટેનાં ચાર્જિંગ સ્ટેશન સહિતનું આયોજન તથા આ ભાગે અવરજવર કરતા નાગરિકો અને વાહનચાલકોને નયનરમ્ય તથા સુંદર લાગે અને શહેરના પર્યાવરણ અને આબોહવાની જાળવણી તથા સુધારણામાં સહયોગી બને તેવું આયોજન કરાયું છે.

Most Popular

To Top