SURAT

સુરતના ડુમસ દરિયા કિનારે યુવકે આપઘાત કરવા હાથની નસ કાપી અને ત્યારે જ..

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં રહેતા અને ઘર કંકાસમાં ડિપ્રેશનમાં આવી આપઘાત (Suicide) કરવા ડુમસ બીચ પર પહોંચેલા યુવકને ડુમસ પોલીસની ટીમે બચાવી લીધો હતો. પોલીસને ટીમ (Police Team) પેટ્રોલીંગ દરમિયાન યુવકને જોઈ ગઈ હતી. યુવકને તાત્કાલિક સારવાર કરાવી બચાવી લેવાયો હતો. અને બાદમાં તેના પરિવાર અને મિત્રોને બોલાવી સોંપવામાં આવ્યો હતો.

ડુમસ ખાતે દરીયા ગણેશ બીચ તેમજ ગોલ્ડનબીચ પર અત્યારે ચોમાસામાં દરિયાનો કરંટ વધારે હોવાથી ઘણી વખત દરિયાના વિશાળ મોજા આવે છે. અને ક્યારેક ન્હાવા પડેલા લોકોને દરિયો અંદર ખેંચી જતા દુર્ઘટના સર્જાય છે. કોઇ અણબનાવ ન બને જે અંગે તકેદારીના ભાગરૂપે ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસના માણસો અહીં હાજર રહે છે. ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયાની સખત સુચનાથી સર્વેલન્સ પીએસઆઈ એમ.એચ.સાંકળીયા અને તેમની ટીમના માણસો બીચ ઉપર સતત પેટ્રોલીંગ કરતા હોય છે. દરમિયાન આજે સવારે એક યુવાન ગોલ્ડન બીચના પાળાની પાછળના ભાગે અવાવરૂ જગ્યામાં એકલો બેઠો હતો. તેની પાસે જઇને ચેક કરતાં તે યુવાને પોતાના હાથમાં કોઇ ધારદાર વસ્તુ મારી દિધી હતી. અને તેના હાથમાંથી લોહી નિકળી રહ્યું હતું.

પોલીસે તેને પુછતા પોતે આપઘાત કરવા માટે પોતાની જાતે હાથ પર ઘા માર્યાનું કહ્યું હતું. જેથી ડુમસ પોલીસ દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલ સુલતાનાબાદ આરોગ્ય કેંદ્ર ખાતે પ્રાથમીક સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ પીઆઈ અને પીએસઆઈ દ્વારા યુવાનને જરુરી સાંત્વના આપવામાં આવી હતી. આ યુવક પાંડેસરા ખાતે રહે છે. પોતે અભ્યાસ કરવાની સાથે કામ પણ કરે છે. ઘરકંકાસથી કંટાળી ડિપ્રેશનમાં આવીને તેને આ પગલું ભર્યું હતું. પોલીસે યુવકના પરિવારજનોને બોલાવી તેમની વચ્ચે યોગ્ય કાઉંસીલીંગ કર્યું હતું. અને અંતે યુવકને તેના મિત્રો-પરિવારને સોંપ્યો હતો. ડુમસ પોલીસની સતર્કતાએ યુવકનો જીવ બચાવ્યો હતો.

અડાજણમાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો આપઘાત
સુરત: અડાજણ ભુલાભાઈ પાર્કમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી જઇ આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર અડાજણ ભુલાભાઈ પાર્ક ખાતે રહેતા હિતેશભાઈ નવીનચંદ્ર પરમાર (ઉ.વ.47) ઘર નજીક ટેલરિંગની દુકાન ધરાવતા હતા. હિતેશભાઈ છેલ્લા એક મહિનાથી માનસિક બીમારીથી પિડાઇ રહ્યા હતા. તેમની દવા પણ ચાલી રહી હતી તેમ છતાં બીમારીમાં કોઈ રાહત નહીં થતા બીમારીથી કંટાળી આજે વહેલી સવારે તેમણે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. વધુમાં મૃતકને બે પુત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે. અડાજણ પોલીસે મોત અંગે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top