સુરત (Surat) : હવામાન વિભાગ (Weather Department) દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારાના (Sea Beach) વિસ્તારોમાં 50 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાવાની (Cyclone) આગાહી પણ કરી છે. ભારે પવનના લીધે દરિયા કિનારે મોજા ઊંચા ઊછળવાની શક્યતા જોવાઈ રહી છે, તેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાઈ છે. આ સાથે જ સુરતના તંત્ર દ્વારા ડુમસ અને સુંવાલીના બીચને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો આદેશ નહીં થાય ત્યાં સુધી આ બંને બીચ પર નહીં જવા લોકોને અપીલ કરાઈ છે. સુરતના પોલીસ તંત્ર દ્વારા બંને દરિયા કિનારાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.
ગુજરાતના રાજયના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફૂંકવાની સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળે તેવી શકયતાઓ દર્શાવવામાં આવી છે જેથી તકેદારીના પગલારૂપે સુરતના ડુમસ અને સુવાલી બીચ ઉપર સહેલાણીઓને જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ પરિસ્થિતિઓને ધ્યાને રાખીને ડુમસ અને હજીરા પોલીસ એલર્ટ થઇ ગઈ છે. ડુમસ બીચ ઉપર રાઉન્ડ ઘી ક્લોક પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે તેમજ સુવાલી બીચ ઉપર પણ પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
ડુમસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયાએ જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે અને તકેદારીના ભાગરૂપે બીચ ઉપર રાઉન્ડ ધી ક્લોક લોકલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સહેલાણીઓ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય હજીરા પોલીસે જણાવ્યું હતું કે સુવાલી બીચના એક કિલોમીટર દૂરથી જ બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે અને પોલીસ પણ તહેનાત કરી દેવામાં આવી છે અને કોઈ સહેલાણીને ત્યાં જવાની એન્ટ્રી નથી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય સરકારના હવામાન ખાતાની આગાહી કે આગાહીના દિવસો દરમિયાન રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તારમાં 40 થી 50 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા આધારે આગામી દિવસો દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તેવા હેતુસર લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ સુરતના દરિયા કાંઠામાં માછીમારોને દરિયો નહીં ખેડવા જવા સૂચના કરવામાં આવેલ છે જેને લઈને સુરતની ડુમસ અને હજીરા પોલીસ એલર્ટ થઇ ગઈ છે અને બંને બીચ ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો