સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં ઘરની બહાર રમતી 2 વર્ષની બાળકીને ટેમ્પો ડ્રાઈવરે (Driver) અડફેટે લેતા બાળકીનું મોત નિપજ્યું હતું. ટેમ્પો ડ્રાઇવરે બાળકીને (Girl) પાછળતી ટક્કર મારતા બાળકી દૂર ફંગોળાઈ હતી લોકોએ બૂમો પાડતા ટેમ્પો ડ્રાઇવરે (Driver) બાળકી પર વ્હિલ ફેરવી દેતા બાળકીનું મોત નિપજ્યું હતું.
- ગોડાદરામાં ટેમ્પોના ડ્રાઇવરે બેદરકારીથી ટેમ્પો ચલાવી બે વર્ષની બાળકી પરથી વ્હિલ ફેરવી દેતા મોત
- બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે ટેમ્પોના ડ્રાઇવરે બાળકીને પાછળથી ટક્કર મારી
- લોકોએ બૂમો પાડતા ડ્રાઈવરે ટેમ્પો ભગાવ્યો ત્યારે ટેમ્પો બાળકી પરથી ફરી ગયો
ગોડાદરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હાલમાં ગોડાદરાના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ ઋષિનગર સોસાયટીમાં રહેતા અખિલેશ ગીતારાય યાદવ બિહારના પટનાના નિવાસી છે. અખિલેશ યાદવ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ટેમ્પો ચલાવી પત્ની અને બે માસુમ બાળકીઓનું ભરણપોષણ કરે છે. રવિવારે અખિલેશ યાદવની દીકરી અનુષ્કા ( 2 વર્ષ) ઘરની બહાર રમી રહી હતી. ત્યારે એક ટેમ્પાના ડ્રાઇરે પૂર ઝડપે અને બેદરાકરીથી ટેમ્પો ચલાવીને અનુષ્કાને પાછળથી ટક્કર મારી હતી.
અનુષ્કા થોડા આગળના ભાગમાં ફંગોળાઈને પડી હતી. લોકોએ બૂમાબૂમ કરતા ટેમ્પો ડ્રાઈવરે વધુ ઝડપે ટેમ્પો ચલાવતા ટેમ્પોનું વ્હિલ બાળકી પરથી ફરી વળ્યું હતું. ટેમ્પો ડ્રાઈવર ત્યાંથી નાસી ગયો હતો. બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. અખિલેશ યાદવે ટેમ્પોના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાગ આપતા ગોડાદરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
એક વર્ષથી વોન્ટેડ આરોપી તમંચા સાથે રાંદેર પોલીસે પકડી પાડયો
સુરત : રાંદેર પોલીસ દ્વારા એક વર્ષથી વોન્ટેડ આરોપીને તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી પાડયો હતો. આરોપી ફરહાન , મોહમદ શાબીર કુરેશી ઉ. વર્ષ 32, ધંધો બેકાર, રહેવાસી મૂળ માલેગાંવ , જિલ્લો નાસિકને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો જીવતા કારતૂસ સાથે પકડીને પોલીસે કબ્જામાં લીધો હતો. ડીસીબી અને રાંદેરમાં આરોપી સામે અગાઉ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં આરોપી સુરત રહેવા ખાતે આવ્યો હતો. ત્યારબાદ તેની પર રાંદેર, અઠવા, ડીસીબી, અમરોલીમાં મારામારી અને ગેરકાયદે રીતે હથિયાર રાખવાના ગુના દાખલ થતા આરોપી સુરત છોડીને ભાગી ગયો હતો. આરોપી પુન સુરત આવતા પોલીસે તેને પકડી પાડયો હતો. આરોપીએ દેશી તમંચો માલેગાવથી તેના મિત્ર રહીમ દેશી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી છે.