Dakshin Gujarat

સુરત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ : અતુલ વેકરિયા દ્વારા યુવતીના પરિવાર પર કેસ પરત ખેંચવા દબાણ

BARDOLIV : સુરત શહેરમાં બહુચર્ચિત બનેલા ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં ( DRINK AND DRIVE CASE) અતુલ બેકરીના ( ATUL BEKARY) માલિક અતુલ વેકરીયાએ ( ATUL VEKRIYA) નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વધાવા ગામે રહેતી યુવતીનું મોત નીપજ્યું હતું. હવે યુવતીના પરિવાર દ્વારા અતુલ બેકરીના માલિકના સંબંધીઓ દ્વારા આ યુવતીના પરિવારજનોને લોભલાલચ આપી પ્રકરણ રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરાય રહ્યો છે.


સુરત ખાતે અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો, તેમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વધાવા ગામની ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં યુવતીની અંતિમ વિધિ સુરત જિલ્લાના બારડોલી ખાતે કરવામાં આવી હતી. હવે ઉર્વશીના પરિવારના સભ્યો જણાવી રહ્યા છે કે, અતુલ વેકરીયાને રાજકીય નેતાઓ સાથે સંબંધ છે અને તેઓ આર્થિક રીતે સદ્ધર હોવાથી પોલીસ પણ તેમને મદદ કરી રહી છે. જેને લઈને હવે પોલીસની કામગીરી પર પણ શંકા ઊપજી રહી છે.


આ પ્રકરણમાં મૃતકના ભાઈ નીરજ ચૌધરીએ જણાવ્યું હતું કે, પોતાની બહેનને મોતને ઘાટ ઉતારનાર અતુલ વેકરીયા સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તેમને સજા મળે તેવી અમારી માંગ છે. કાયદાકીય રીતે મારી બહેનને ન્યાય મળે તેવી અમારી લાગણી છે. પરંતુ જે પ્રકારનો ખેલ પોલીસ સ્ટેશનમાં થઈ રહ્યો છે તે જોતાં પોલીસની કામગીરી ઉપર પણ શંકા ઊભી થઈ છે. ભલે અતુલ વેકરીયા અમારી ઉપર દબાણ લાવવાના ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ અમારો પરિવાર દબાણમાં આવવાનો નથી. અમે ન્યાય લઈને જ રહેશું.



મારી દીકરીના મોત માટે વેકરીયા પરિવારે ભાવ નક્કી કર્યો, હત્યારાને બચાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે: મૃતકની માતા
મૃતકની માતાએ જણાવ્યુ હતું કે, ‘મારી દીકરીના લગ્નની તૈયારી હતી. અમે લગ્ન કરીને તેને વિદાય કરવાના હતા. પરંતુ અમારે અગ્નિદાહ આપવો પડ્યો છે. મારી દીકરીના મોત માટે અમને 25 – 50 લાખ રૂપિયા આપવામાં આવે તો એ રૂપિયાનું અમે શું કરીશું ? મારી દીકરીથી બીજું કોઈ વસ્તુ અમારા માટે મહત્વનું નથી. એ મારી દીકરી નહીં દીકરો હતો. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. હવે અમારા પરિવારમાં કોઈને કઈ થશે તો તેનો જવાબદાર અતુલ વેકરીયા રહેશે. પરિવારે વધુ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ભાજપની સરકાર બેટી બચાઓ અને બેટી પઢાવોની વાત કરે છે ત્યારે અમારી દીકરીના મોત બાદ એક હત્યારાને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ દુ:ખદ બાબત છે. રાજકીય વગ વાપરીને ફોન કરી કેસ પરત ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top