સુરત: સુરત (Surat) શહેરની કિમતી સોનાની લગડી જેવી જમીનો (Land) પચાવી પાડવા દસ્તાવેજોની (Document) હેરાફેરી કરવાના કૌભાંડનો પોપડો ઉખડયા બાદ હવે પ્રશાસને વધુ ફુલપ્રુફ સિસ્ટમ (System) બનાવી રહ્યા છે. સબરજીસ્ટ્રાર કચેરીના સ્ટોરરૂમમાં હવે હાઇ રિઝોલ્યુશન કેમેરા (Camera) ગોઠવી દેવાયા છે.
સુરત શહેરની મોકાની જમીનો હડપ કરવા માટે સક્રિય ટોળકીએ આ વખતે કોઠાકબાડાની હદ વટાવી છે. સુરત શહેરમાં બોગસ પાવર કે બોગસ વીલ કે બોગસ સાક્ષી સહિત બોગસ મરણના દાખલા જેવા અખતરા તો ઘણી કરી ચૂકયા છે. પરંતુ હવે સીધા સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કૌભાંડીઓએ સમસ્ત સિસ્ટમને પડકાર ફેંકયો છે. શહેરના વેસુ, ખજોદ, સીંગણપોર સહિત અલગ અલગ જગ્યાના પાંચ દસ્તાવેજો બોગસ બનાવી દીધા હતા. સબરજીસ્ટ્રાર કચેરીના સ્ટોરકીપર કચેરીને ફોડી પારસીઓની માલિકીની જમીનોના પાછળના પાના બદલી કાઢયા હતા. આ કૌભાંડ બાદ હવે સબરજીસ્ટ્રાર કચેરીમાં હાઇ રિઝોલ્યુશન કેમેરા સેટ કરાયા છે. જૂના દસ્તાવેજ કયા કારણોસર માંગવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો માંગવામાં આવે તેવી વ્યવસ્થા કરાઇ છે.
સુરતમાં કરોડોની જમીનના માલિકો રાતોરાત બદલાઈ ગયા, આ રીતે થયું કૌભાંડ..
સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભૂમાફિયા (Land mafia), વકીલ (Advocate) અને રજિસ્ટ્રાર કચેરીના (Registrar Department) રીટાયર્ડ અધિકારીઓ (Retired Officer) દ્વારા કરોડોની જમીનોના માલિક રાતોરાત બદલી નાંખવામાં આવ્યા છે. આ આખો મામલો અઠવા પોલીસમાં એક જમીનની ફરિયાદ (Compliant) દાખલ થતા બહાર આવ્યો છે. આ મામલે ગુજરાતમાં (Gujarat) કરોડોની જમીન ધરાવતા ખેડૂતોની (Farmers) જમીન ગમે ત્યારે ભૂમાફિયાઓ પચાવી પાડે તેવી ગંભીર પરિસ્થિતી સર્જાઇ છે. આ આખા કિસ્સામાં બીજું કોઇ નહીં પરંતુ ભૂમાફિયાઓ, રજિસ્ટ્રાર કચેરીના હંગામી સ્ટાફ અને વકીલોની ભૂમિકા વિવાદમાં (Controversy) આવી છે. આખા ગુજરાતમાં આવી ગેંગ સક્રિય થતા પારસીઓની કરોડોની જમીનોની માલિક મૂળ માલિકની જાણ બહાર જ બદલાઇ ગઇ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસ કમિશનર અજય તોમરના ધ્યાનમાં આવતા ક્રાઇમ બ્રાન્ચને આખી તપાસ સોંપાય તેવા ચક્રો ગતિમાન થયા છે.
આ રીતે થયું કૌભાંડ
હાલમાં પોલીસ દ્વારા જે વિગતો જણાવવામાં આવી છે તેમાં રજિસ્ટ્રાર કચેરીએ પોલીસને જણાવ્યાનુસાર ખજોદ, વેસુ અને સિંગણપોરમાં કરોડોની જમીનની ગેરરિતી થઇ હોવાની આશંકા છે. સ્થાનિક રજિસ્ટ્રાર કચેરીમાં શંકા જતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં હજુ સંખ્યાબંધ જમીનોના કમઠાણો બહાર આવવાની શકયતા છે.
આ રીતે કૌભાંડ બહાર આવ્યું
વેસુની સો કરોડની જમીનના દસ્તાવેજ માટે આવેલા મૂળ માલિકો ફકીરી હાલતમાં જણાતા જિલ્લા રજિસ્ટ્રારને શંકા ગઇ હતી. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવતા વાસ્તવમાં દસ્તાવેજો બદલી નાંખવામાં આવ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. આ મામલે વેસુના મૂળ માલિકને બોલાવતા રજિસ્ટ્રારને તેમનો સ્ટાફ પણ મિલીભગતમાં હોવાની આશંકા ગઇ હતી. તેથી તેઓએ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરાવી હતી
ભૂમાફિયાઓએ પારસીઓની જમીન ટાર્ગેટ કરી હોવાની વાત
ભૂમાફિયાઓની રાજયની ટોળકીઓએ મોટે ભાગે પારસીઓની જમીન ટાર્ગેટ કરી છે. તેમાં પારસી પંચાયતના માજી પ્રમુખની જમીન પણ ટાર્ગેટ થઇ ગઇ છે. તેના પણ મૂળ માલિક બદલાઇ ગયા છે. આ લોકોએ 1961ના માલિકોને બદલી નાંખતા પોતાના ડમી માણસો કાગળ પર ઉભા કરીને કરોડોની જમીન પચાવી પાડવા સફળ રહ્યા છે.