Gujarat

સુરતના જાણીતા 50 તબીબો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ, લોકડાઉન નહીં થાય તો તમામ હ્યુમન રિસોર્સ ખૂટી પડશે

સુરતઃ (Surat) શહેરમાં દિન-પ્રતિદિન બદતર બની રહેલી પરિસ્થિતિઓ બાબતે સરકાર માત્ર મંથન કરીને વધુ ગંભીર સ્થિતિનું નિર્માણ કરી રહી છે. ત્યારે સુરત શહેરના અગ્રણી પચાસ કરતા વધારે તબીબોએ કોરોનાના સેકન્ડ વેવને વૈજ્ઞાનિક ઢબે સમજીને લોકોને સાત દિવસના સ્વૈચ્છિક લોકડાઉન (Lock Down) માટે અપીલ કરી છે. આવતા દિવસોમાં હોસ્પિટલ પાસે જગ્યા અને મશીનરી નહી હોવાની સ્પષ્ટતા તબીબો કરી રહ્યા છે. લોકડાઉન નહી કરાયું તો શહેર ભયાનક મોતના તાંડવમાંથી પસાર થવાની દહેશત તબીબો (Doctors) દ્વારા વ્યકત કરવામાં આવી છે.

શહેરના અગ્રણી તબીબોએ હવે લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટેની આપીલ કરી છે. જો પ્રજા પોતે સાત દિવસ લોકડાઉન પાળશે તો જ આ કોરોનાની ભયંકર સેકન્ડ વેવની ચેનને તોડી શકાશે. કારણકે આ સેકન્ડ વેવમાં પરિવારના પરિવાર, સોસાયટીઓની સોસાયટીઓ પોઝિટીવ આવી રહી છે. ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણને કારણે હોસ્પિટલો પણ ઉભરાવા લાગી છે. સરકાર લોકડાઉન માટે વિચાર કરી કરીને વધારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. તેથી બીજી તરફ સુરતના અગ્રણી તબીબોની સાત દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની પ્રજાને અપીલ કરી છે.

ત્રણ અઠવાડિયા પહેલા જ સાત દિવસના લોકડાઉનની જરૂર હતી
ડો.નિર્મલ ચોરારીયાએ જણાવ્યું હતું કે, 15 દિવસ લોકોને મળવાનું બંધ થશે કે ઓછો મળશે તો સંક્રમણની ચેઈન તૂટશે. ખરેખર તો આજથી ત્રણ અઠવાડિયા પહેલા સાત દિવસના લોકડાઉનની જરૂર હતી. સરકારને ધંધાની, કારીગરોની ચિંતા છે તે ઉચિત છે. પરંતુ આ બાબતોને ધ્યાનમાં રાખીને જો લોકડાઉન કરી મુવમેન્ટ બંધ નહી કરાશે તો ચેઈન તૂટવાની નથી.

આ અગ્રણી તબીબોએ લોકડાઉનની અપીલ કરી
ડૉ . હિરલ શાહ, ડૉ . નિર્મલ ચોરારીયા, ડૉ . રોનક નાગોરીયા, ડૉ . વિનોદ સી . શાહ, ડૉ . નીતીન ગર્ગ, ડૉ . દિપક તોરાવાલા, ડૉ . ચંદ્રેશ જરદોશ, ડૉ . હેમંત પટેલ, ડૉ . એકતા શાહ, ડૉ . મહેન્દ્રસિંહ ચૌહાણ, ડૉ . મુકુલ ચોકસી, ડૉ . દક્ષેશ ઠાકર, ડૉ . રઈશ મણીયાર, ડૉ . પ્રફુલ છાસટીયા, ડૉ . મધુકર પરીખ, ડૉ . દિપ્તી પટેલ, ડૉ . દિપક પટેલ, ડૉ . ઈન્દ્રવદન, શાહ ડૉ . કશ્યપસિંહ ખરચીયા, ડૉ . ધનેશ વૈધ, ડૉ . પ્રશાંત દેસાઈ ( સિનિ . ), ડૉ . રમેશ જૈન, ડૉ . આર . જી . ગોયલ, ડૉ . ગીરીશ મોદી, ડૉ . મીતા પાસવાલા, ડૉ . અનિતા શાહ, ડૉ . કનકસિંહ સુરમા

સરકાર નિર્ણય લે કે નહીં લે લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવુ જરૂરી
ડો. ધનેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, સંશાધનોની કમી હોવાથી લોકડાઉન જરૂરી છે. દવાઓ, હોસ્પિટલોમાં સુવિધાઓ પુરતી થઈ જાય તો મહામારીની ઝડપી ઓછી થાય અને આપણે વઘારે સારવાર આપી શકીએ. અત્યારે જે વધારો થયો છે તેમાં આપણે ભયંકર પરિસ્થિતિમાં છે. ઝડપ ઓછી થાય તો સમય મળશે. સરકાર નિર્ણય લે કે નહીં લે પણ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન કરવું જરૂરી છે.

સોશિયલ ડિસ્ટન્સીંગ માટે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી
ડો.વિનોદ શાહના જણાવ્યા મુજબ ઘોડા જતા રહ્યા અને તબેલાને તાળુ મારવા જેવું છે. હજી પણ લોકડાઉનથી કેસ અટકાવી શકાશે. લોકો જે ઝડપે સંક્રમીત થઈ રહ્યા છે તેની સાંકળ તુટવા માટે લોકડાઉન જરૂરી છે. બાર થી પંદર દિવસ લોકડાઉન મુકવામાં આવશે તો ચોક્કસ કેસ ઓછા થાય. વસ્તી પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સીંગ માટે લોકડાઉન સિવાય વિકલ્પ નથી. સરકાર રાજ્યમાં બીજે લોકડાઉન નહીં મુકે તો સુરતમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવું જોઈએ.

સુરતની પરિસ્થિતિ જોતા સ્વૈચ્છિક લોકડાઉન એકમાત્ર ઉપાય છે
ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે શહેરની જે સ્થિતિ છે જે રીતે સંક્રમણ વધી રહ્યું છે. સ્ટાફ પર ભારણ વધી રહ્યું છે. તમામ બાબતોને જોતા સ્વૈચ્છિક લોકડાઉન એકમાત્ર ઉપાય છે. ફરજીયાત પણે પંદર દિવસ લોકકડાઉન મુકાશે તો સંક્રમણની સમસ્યા ઓછી થશે. કારણકે હવે આપણી પાસે ઓક્સિજન ખુટે છે. દવા નથી મળતી જે સ્થિતિ છે તે જોતા લોકડાઉન બહુ જ જરૂરી છે. વાયરલ બે દિવસમાં ફેફસાને સંક્રમીત કરી રહ્યો છે.

Most Popular

To Top